*ગુજરાતમાં નહીં ઉજવાય નવરાત્રીનો મહોત્સવ..રૂપાણી સરકારનો નિર્ણય.*

ગાંધીનગર: મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી એ પ્રવર્તમાન વિશ્વ વ્યાપી કોરોના મહામારીને કારણે આ વર્ષે આગામી નવરાત્રી એટલે કે 17 થી 25 ઑક્ટોબર દરમ્યાન રાજ્ય સરકાર દ્વારા ઉજ્વાનારો રાજ્ય કક્ષાનો નવરાત્રી મહોત્સવ નહિં ઉજવવાનો નિર્ણય કર્યો છે.*

*મુખ્યમંત્રીશ્રી એ વિશાળ જનહિતમાં આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્ય મંત્રીશ્રીના આ નિર્ણય મુજબ રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ઉજવવામાં આવતો રાજ્ય કક્ષાનો પરંપરાગત નવરાત્રી મહોત્સવ આ વર્ષે ઉજવવામાં આવશે નહિં.*