આજે પીએસઆઈની પરીક્ષા.312 કેન્દ્ર ઉપર લેવાઈ રહી છે પરીક્ષા

ગાંધીનગર: રાજ્યમાં આજે પીએસઆઇની લેખિત પિલિમિનરી પરીક્ષા યોજાઇ રહી છે જેને લઈ ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો છે.અમદાવાદ અને ગાંધીનગરના સેન્ટ્રોર ઉપરથી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે 9:00 થી 11:00સુધી પરીક્ષા યોજાઇ રહી છે.શારીરિક કસોટીમાં 96,231 ઉમેદવારો પાસ થયા હતા જેમાંથી અત્યાર સુધીમાં કુલ 92,145 ઉમેદવારોએ કોલ લેટર ડાઉનલોડ કર્યા છે અને અમદાવાદ અને ગાંધીનગરમાં કુલ 312 કેન્દ્ર ઉપર આ પરીક્ષા યોજવામાં આવશે. આ તમામ કેન્દ્ર સરકારી સ્કૂલ અને કોલેજોમાં 3209 ક્લાસરૂમમાં પરીક્ષા લેવામાં આવશે.પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં પ્રથમ વખત અમદાવાદ અને ગાંધીનગરના કેન્દ્રોમાં CCTV ઉપરાંત જામરનો ઉપયોગ કરવામાં આવશે

જેથી કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થઈ શકે. ઉલ્લેખનીય છે કે, અત્યારે વધુમાં વધુ લોકો ડિજિટલ વોચ અને ઇલેક્ટ્રિક ગેજેટનો વધુ ઉપયોગ કરતા હોય છે. ત્યારે પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય અને ઇન્ટરનેટ કનેક્ટિવિટી અને મોબાઇલની કનેક્ટિવિટી ન મળે તેને ધ્યાનમાં લઈને બોર્ડ દ્વારા જામરનો ઉપયોગ કરીને પરીક્ષા યોજવાનું આયોજન કર્યું છે. 8:30 કલાકે જામર શરૂ કરવામાં આવશે અને 11:00 વાગ્યે જામર બંધ કરવામાં આવશે.અમદાવાદ અને ગાંધીનગર કેન્દ્રો ખાતે જ કરવામાં આવ્યું છે. આ માટે બોર્ડ દ્વારા અલગ-અલગ 77 રૂટ તૈયાર કરવામાં આવ્યા છે

અને જે ગાડી પ્રશ્નપત્ર કેન્દ્ર સુધી લઈ જશે તે સતત કન્ટ્રોલ રૂમના સંપર્કમાં રહેશે. આ માટે એક સ્પેશિયલ કંટ્રોલ પણ તૈયાર કરવામાં આવ્યો છે. તમામ ગાડીઓમાં GPS સિસ્ટમ લગાવવામાં આવી છે. સાથે જ તમામ ગાડીઓને એક ફિક્સ રૂટ પણ આપી દેવામાં આવ્યો છે.