અમદાવાદ અમરાઈવાડીમાં તલવાર લાકડીથી હુમલો. ઘટના સીસીટીવીમાં કેદ.

અમદાવાદ : અમદાવાદના અમરાઈવાડીમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. તલવાર અને લાકડીઓના ઘા મારી 2 યુવાનોને ગંભીર ઘાયલ કરાયા

અમદાવાદના અમરાઈવાડી ના ગોપાલનગરમાં ભર બપોરે અસામાજિક તત્વોનો આંતક સામે આવ્યો છે. ત્રણ શખ્સો એ હાથ મા તલવાર અને લાકડી ઓ લઈ ને બે યુવાનો પર તુટી પડયા હતા અને
તલવાર વડે હુમલો કરતા બન્ને યુવકો ઈજાગ્રસ્ત બન્યા હતા.

આ હુમલામાં એક ની હાલત ગંભીર જણાતા તેને એલ જી હોસ્પિટલ મા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

જ્યારે આ અંગે ની જાણ અમરાઈવાડી પોલિસ ને કરાતા પોલિસ કાફલો ઘટના પર પહોંચ્યો હતો અને તપાસ શુરું કરાઈ છે. આરોપીઓ એ કરેલ તલવાર વડે હુમલાની સમગ્ર ઘટના CCTV મા કેદ થઈ હતી.