અમદાવાદના વૈષ્ણોદેવી પાસે આવેલ જાસમીન ગ્રીન 1 પાસે કન્સ્ટ્રકશન સાઈટનું કામ ચાલતું હોવાથી બિલ્ડર દ્વારા આશરે 30 ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો ત્યાં ઇમારતની પાર્કિંગની દીવાલ તૂટી પડતા અફરાતફરી સર્જાઈ હતી અને આશરે 4 થી 5 જેટલી કારો ખાડામાં ગરકાવ થઈ હતી. જેમાં ત્યાં આવેલ અદાણીની ગેસની પાઇપલાઇન તેમજ અન્ડર ગ્રાઉન્ડ પાણીની ગટરમાં ભંગાણ પડ્યું હતું. ફાયર વિભાગ ને AMC ને જાણ કરતા ઘટના સ્થળે પહોંચ્યા હતા.
આ ઘટના દરમ્યાન કોઈ જાનહાની થવા પામી નહોતી. ત્યાંના રહેતા લોકો દ્વારા અનેક વાર બિલ્ડરને રજુઆત કરવામાં આવી હતી છતાંય બિલ્ડરની બેદરકારી સામે આવી હતી.