* જામનગર: ગુજરાત સરકારશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર આયોજિત અને જીલ્લા યુવા વિકાસ અધિકારી,જીલ્લા રમત-ગમત અધિકારીની કચેરી,જામનગર સંચાલિત જામનગર શહેર/જીલ્લા(ગ્રામ્ય)કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન તા.૧૬/૦૨/૨૦૨૨ના નેશનલ હાઇસ્કુલ,જામનગર ખાતે કરવામાં આવેલ હતું.
જેમાં અ વિભાગમાં ૭ થી ૧૦ વર્ષ સુધી, બ વિભાગમાં ૧૧ થી ૧૩ વર્ષ સુધી અને ખુલ્લા વિભાગમાં ૭ થી ૧૩ વર્ષ સુધી એમ વિભાગ અનુસાર જુદી-જુદી ૧૮ સ્પર્ધામાં જામનગર શહેરમાંથી ૨૦૫ તેમજ જામનગર ગ્રામ્યમાંથી ૨૨૫ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધેલ હતો.
આ સ્પર્ધા તકે જીલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી નીતાબેન વાળા,નેશનલ હાઇસ્કુલના આચાર્યશ્રી ગોહિલ, નિર્ણાયકશ્રી તેમજ શિક્ષકશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી જામનગર યાદી દ્વારા જણાવવામાં આવ્યું હતું.