નર્મદામાં પથારી વધારવાની રજૂઆત જ ના પડે અને કોરોનાને કંટ્રોલમાં કેમ લાવી શકાય એનો પ્રયત્ન વધારવાની ખાસ જરૂર,
ખોબા જેવડા માત્ર 40 હજારની વસ્તી રાજપીપળામાં રોજ વધતા કોરોના સંક્રમણ ને કેમ નથી શકાતો નથી ? આમ જનતાનો સવાલ.
રાજપીપલા,તા.4
નર્મદા જિલ્લામા કોરોના સંક્રમણ રોકેટ ગતિએ વધી રહી છે, ત્યારે સરકારી તંત્ર સહીત આરોગ્ય તંત્ર મોડે મોડે જાગ્યું છે. હવે પ્રભારી સચિવની મુલાકાત બાદ હોસ્પિટલમા દર્દીઓની પાથરી વધારવાનુ આયોજન હાથ ધરાયુ છે.
તંત્રને ખ્યાલ આવી ગયો છે.નર્મદામા કેસો હજી વધવાના છે, ત્યારે આગોતરા આયોજનની વાત સારી વાત છે.પણ એવા પગલા લેવાની જરૂર છે. કે પાથરી વધારવાની જરૂર જ ના પાડે એને કંટ્રોલમા કેમ લાવી શકાય એના પ્રયાસો વધારવાની ખાસ જરૂર છે .દિલ્હી જેવા મોટા શહેરમા જો કોરોના કંટ્રોલ થતો હોય તો ખોબા જેવડા માત્ર 40હજારની વસ્તી રાજપીપલા મા રોજ વધતા કોરોના સંક્રમણને કેમ નાથી શકતો નથી ? એવો પ્રશ્ન હવે છડેચોક નગરજનોમાં ચર્ચાઈ રહ્યું છે.
હવે પ્રભારી સચિવ હૈદરે જિલ્લાના કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં લોકોની અવર- જવર ઉપરના પ્રતિબંધનો સખ્તાઈથી અમલ કરવા, લોકો દ્વારા માસ્ક પહેરવા માટેનો ચુસ્ત અમલ કરવા,આરોગ્ય ટુકડીઓ દ્વારા ડોર-ટુ-ડોર સર્વેલન્સની કામગીરી વધુ સઘન બનાવવા, એન્ટીજન (રેપિડ) ટેસ્ટની સંખ્યામાં મહત્તમ વધારો કરવા, ધનવંતરી રથ મારફત દરદીઓને અપાતી ઓ .પી.ડી સારવારની સંખ્યા બમણી કરવા સૂચના તો આપીછે પણ તેનો અમલ કેટલો ઝડપી અને કડક અમલ થાય છે.તે હવે જોવુ રહયુ.
તસવીર : જ્યોતિ જગતાપ , રાજપીપલા