આજના મુખ્ય સમાચારો*

આજના મુખ્ય સમાચારો*

*dete*
0️⃣6️⃣0️⃣4️⃣2️⃣0️⃣2️⃣1️⃣

*અમદાવાદીઓને અન્ય રાજ્યમાં ગયા પછી ઍર,ટ્રેન કે રોડથી અમદાવાદ આવતી વખતે RT-PCR રિપોર્ટની જરૂર નહીં પડે*
6 એપ્રિલથી અન્ય રાજ્યમાંથી આવતા અમદાવાદીઓને આઈડી પ્રુફ બતાવતા નહીં માંગવામાં આવે RT-PCR રિપોર્ટ
અમદાવાદ સિવાયના લોકો માટે રાજ્ય સરકારના નિયમ પ્રમાણે ફરજીયાત RT-PCR રિપોર્ટ જોઈશે
********
*PM મોદીએ 8 એપ્રિલે બોલાવી ઇમરજન્સી બેઠક*
સમગ્ર દેશમાં ફરીથી વધતા જતા કોરોનાના કેસોને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક વાર ફરીથી તમામ મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. સૂત્રોના જણાવ્યાં અનુસાર, પીએમ મોદી 8 એપ્રિલના રોજ તમામ મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી શકે છે.
*********
*હવે ટ્રાફિકના નિયમો તોડ્યા પછી પણ લાઈસન્સ નહીં થાય જપ્ત*
જો કોઈ વાહન ચાલક ટ્રાફિક નિયમનો ભંગ કરે છે. તો વાહન ચાલકનું લાઈસન્સ ત્રણ મહિના સુધી કેન્સલ કરી દેવામાં આવે છે. એનો મતલબ એ થાય છે કે ટ્રાફિક નિયમના ભંગ બદલ દંડ લેવામાં આવે છે. સાથે સાથે ડ્રાઈવિંગ લાઈસન્સ પણ ત્રણ મહિના માટે રદ કરી દેવામાં આવે છે. પરંતુ હવે એવું નહીં થાય હવે ટ્રાફિફ નિયમ ભંગ કરવાથી લાઈસન્સ રદ નહીં થઈ શકે, માર્ગ અને પરિવાહન વિભાગ દ્વારા ટ્રાફિક નિયમોમાં મોટો બદલાવ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે વાહન ચાલકોને મોટી રાહત મળશે.
*********
*મહેસુલ મંત્રી કૌશિક પટેલની ચેમ્બરમાં 6 અધિકારીઓ આવ્યા ઝપેટમાં*
ગુજરાતમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. ત્યારે હવે કોરોનાનો પગપેસારો મહેસુલ મંત્રી કૌશિક પટેલની ચેમ્બરમા કોરોનાનો તરખાટ મચાવ્યો છે, મંત્રીના પીએસ, એપીએસ, પીએ, નાયબ કલેક્ટર સહિત અન્ય બે વ્યક્તિઓ પણ કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા છે.
*********
બિહાર : પટના, કિશનગંજ સહિત અનેક વિસ્તારોમાં અનુભવાયા ભૂકંપના આંચકા
*******
*બાજરીના નકલી બિયારણનો પર્દાફાશ*
દાંતીવાડા તાલુકાના પાંથાવાડા પંથકમાં બાજરીના નકલી બિયારણ ખેડૂતોને પધરાવી દેવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટના મામલે ખેડૂતોએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરતા જિલ્લા ખેતીવાડી વિભાગના અધિકારીઓ એક્શન મોડમાં આવી બિયારણના સેમ્પલ લઈ તપાસ હાથ ધરી છે.
*********
*મહિધરપુરા વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધ્યું, કોર્પોરેશન દ્વારા 8 વિસ્તારોને સીલ કરાયા*
શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા સુરત શહેરમાં કોરોના ઉપર કાબૂ મેળવવો મુશ્કેલ થઇ રહ્યું છે. સુરત શહેરના મહિધરપુરા વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોના સંક્રમણના કેસ વધી રહ્યાં છે.
********
*ગાંધીનગરઃ ચૂંટણીના ગણતરીના દિવસો વચ્ચે કોરોનાના દર્દીઓમાં ચિંતાજનક ઉછાળો*
ગાંધીનગર શહેર અને જિલ્લામાંથી કોરોનાની સારવાર મેળવવા માટે છેલ્લે બે દિવસમાં, 160 દર્દીઓને સિવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નોંધપાત્ર માત્રામાં દર્દીઓ આવતા, બહુમાળી સિવીલ હોસ્પિટલના પાંચમા માળે, હવે દર્દીઓને દાખલ કરવાની હોસ્પિટલ સત્તાવાળાઓને ફરજ પડી રહી છે. ગાંધીનગરમાં કૌશિક પટેલ અને પ્રદિપસિંહ જાડેજાના સ્ટાફમાં કોરોના, બે કમાંડો સહિત કુલ 12 લોકો પોઝિટીવ
********
*એક બૂથ પર 90 મતદાતા હતા, EVMમાં 171 મત પડ્યા, પાંચ અધિકારી સસ્પેન્ડ કરાયા*
આસામના દીમા હસાઓ જિલ્લામાં એક મતદાન કેન્દ્ર પર એક મોટી ગેરરીતિ સામે આવી છે. અહીં ફક્ત નોંધાયેલા મતદાતાની સંખ્ય 90 છે, પણ કુલ 171 મત પડ્યા છે. સોમવારે એક અધિકારીએ જણાવ્યું કે આ મતદાન કેન્દ્ર હાફલોંગ વિધાનસભા વિસ્તારમાં આવે છે. આ સ્થળે 1લી એપ્રિલના રોજ બીજા તબક્કામાં મતદાન યોજાયું હતું.
*******
*ગૃહમંત્રી અનિલ દેશમુખે આપ્યું રાજીનામું*
મુંબઈ મહારાષ્ટ્રના ગૃહ મંત્રી પદ પરથી અનિલ દેશમુખે આપ્યું રાજીનામું, 100 કરોડની વસૂલી કાંડમાં લાગ્યા હતા આરોપોમુંબઈ હાઈકોર્ટના નિર્ણય પછી એનસીપીમાં રાજકીય હલચલ વધી ગઈ છે. અનિલ દેશમુખની ખુરશી ખતરામાં આવી હતી, આ વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે મહારાષ્ટ્રના ગૃહ મંત્રી પદ પરથી અનિલ દેશમુખે રાજીનામું આપ્યું છે.
*********
*રૂપાણી સરકાર એક્શનમાં રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય*
રાજ્યની આઠ મહાનગરપાલિકામાં વકરતી કોરોનાની સ્થિતિના પગલે આઈએએસ કક્ષાના 8 અધિકારીને રાજ્ય સરકારે જવાબદારી સોંપી છે.
1. ડૉ.મનીષ બંસલ IAS અમદાવાદ જિલ્લાની જવાબદારી 2. દિનેશ રબારી નાયબ વનસરક્ષકને સુરતની જવાબદારી 3. ડૉ.હર્ષિત ગોસાવી IAS વડોદરાની જવાબદારી 4. અમિત યાદવ IAS ગાંધીનગરની જવાબદારી 5. સ્તુતિ ચારણ IAS રાજકોટની જવાબદારી 6. આર.આર.ડામોર GAS ભાવનગરની જવાબદારી 7 આર.ધનપાલ IFS જામનગરની જવાબદારી 8. ડૉ.સુનિલકુમાર બેરવાલ IFSને જૂનાગઢની જવાબદારી
*******
*અમદાવાદીઓ માટે વર્ષ 2021-22નું કુલ 8,051 કરોડ બજેટ*
મહાનગરપાલિકાનું વર્ષ 2021-22 માટેનું કુલ 8 હજાર 51 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનરે 7 હજાર 475 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું હતું . જેમાં સ્ટેન્ડિંગ કમિટીએ 576 કરોડનો જંગી વધારો કરી કુલ 8 હજાર 51 કરોડનું બજેટ મંજૂર કર્યું..
********
*ઢોંગી બાબાનો મહેસાણામાં સમાધિ લેવાની જાહેરાતનો થયો ફિયાસ્કો*
મહેસાણા કોરોનાકાળમાં ભીડ એકત્ર કરી, લોકોને 4 કલાક બેસાડી રાખ્યાસમાધિ લેવાનો ઢોંગ રચવામાં 2000થી વધુ લોકોને એકત્રિત કર્યા છેલ્લી ઘડીએ ઢોંગીનો ઢોંગ લોકો સમક્ષ આવી ગયો છેલ્લા ત્રણ દિવસથી ભારે ચર્ચામાં રહેનારા છઠીયારડાના ઢોંગી બાબાએ અગાઉ સભા વચ્ચે પોતાનો દેહ છોડી દેવાની મોટી મોટી વાતો કરી હતી. જેથી સમાચાર વાયુ વેગે ફેલાતા પોલીસ અને તંત્ર પણ દોડતું થઈ ગયું હતું.
*********
*વેક્સીન લગાવો સોનાની નથણી મેળવો મફતમાં*
રાજકોટ શહેરમાં ગુજરાત: રસી લગાવશો મહિલાઓને સોનાની નથણી અને પુરૂષોને ગિફ્ટમાં મળશે બ્લેંડર કોરોનાની મહામારીની સંભવિત બીજી લહેર વચ્ચે દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનને તેજ કરવામાં આવ્યું છે. ભારતમાં અત્યાર સુધી 7 કરોડથી વધુ લોકોએ વેક્સીન લગાવી છે. વેક્સીન લગાવવા માટે લોકોને સરકાર દ્રારા પ્રેરિત કરવામાં આવે છે. તો બીજી તરફ દેશના અલગ-અલગ ભાગમાં લોકોને પ્રેરિત કરવા માટે અલગ-અલગ પ્રકારની પહેલ કરવામાં આવી રહી છે
********
*ભાડૂત પોતાને મકાન માલિક ન સમજે: સુપ્રીમ કોર્ટ*
નવી દિલ્હી: મકાન ખાલી કરવા માટે આનાકાની કરનાર એક ભાડૂતને સુપ્રીમ કોર્ટે રાહત આપવાનો ઇનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ ફરી એક વખત સાબિત થઈ ગયું છે કે મકાનમાલિક જ મકાનનો અસલી માલિક હોય છે, એથી ભાડૂત ગમે એટલા દિવસ સુધી કોઈ મકાનમાં રહે તેણે એ ન ભૂલવું જોઈએ કે તે માત્ર ભાડૂત છે, મકાનનો માલિક નહીં. જસ્ટિસ રોહિંગ્ટન એફ. નરીમાનના વડપણ હેઠળની ત્રણ સભ્યોની ખંડપીઠે આ વિશે સુનાવણી કરતા ભાડૂત દિનેશને કોઈ પણ રાહત આપવાનો ઇનકાર કર્યો હતો.
*********
*હરિદ્વારમાં કુંભ મેળો શરૂ ટેસ્ટનો રિપોર્ટ ફરજિયાત*
નવી દિલ્હી: હરિદ્વાર: સત્તાવાર રીતે કુંભ મેળાનો પ્રારંભ થયો હતો. જોકે ઉત્તરાખંડ સહિત વિવિધ રાજ્યોમાં કોરોનાના વધી રહેલા કેસની વચ્ચે મેળામાં ભાગ લેવા માટે આવી રહેલા ભાવિકો પર અનેક નિયંત્રણો લાદવામાં આવ્યાં છે. મેળા અધિકારી દીપક રાવત, મેળા આઇજી સંજય ગુંજ્યાલ અને હરિદ્વારના એસએસપી જન્મેજય ખંડુરી સહિત મેળાના આયોજન સાથે સંકળાયેલા અધિકારીઓએ કુંભ મેળો સલામત રીતે અને નિર્વિઘ્ને સંપન્ન થાય એ માટે ગંગાના કાંઠે આવેલાં મંદિરોમાં પૂજા કરી હતી.
*********
*વેક્સીન લીધાના બાદ થયું મોત*
અમદાવાદના ઠક્કરબાપા વિસ્તારમાં રાજ્યમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધતું જાય છે. લોકોને ઘરની બહાર ન નિકળવા અને માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સ જેવા તમામ નિયમોનું પાલન કરવાની પણ સૂચના આપવામાં આવી રહી છે. જે લોકો નિયમોનું પાલન કરી રહ્યા નથી તેમના વિરૂદ્ધ કડક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત કોરોનાનો જલદી જ ખાતમો થાય તે માટે રસીકરણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. લોકોને વધુમાં વધુ રસીકરણ કરાવવાની સલાહ આપવામાં આવી રહી છે. જોકે રસી લગાવ્યા બાદ ઘણા લોકોની તબિયત ખરાબ થવાના પણ સમાચાર સામે આવ્યા છે. કંઇક એવો જ કિસ્સો કોરોનાની રસી લગાવ્યાના 12 કલાકની અંદર જ એક વ્યક્તિનું મોત નિપજ્યું છે
********
*બજારમાં કેસર કેરીનું આગમન*
રાજકોટ ગોંડલના માર્કેટમાં હાલ ધીમે ધીમે ઉનાળો જામી રહ્યો છે ત્યારે આ તરફ ફળોના રાજ ગણાતા કેરીનું બજારમાં આગમન થઇ રહ્યું છે. સામાન્ય રીતે એપ્રિલના બીજા અઠવાડિયાથી કેસર કેરી ની આવક જોવા મળતી હોઈ છે. જો આ વખતે કેસર કેરીનું ગોંડલના માર્કેટમાં હાલ આઠથી દસ દિવસ વહેલું થયું હોવાનું માનવામાં આવે છે.ગોંડલના યાર્ડમાં સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાંથી આવતી કેસર કેરી પ્રખ્યાત છે જેમાં કંટાળા, જસાધાર, ઉના, તાલાળા પંથકમાંથી કેસર કેરીની આવક થઇ રહી છે. ભાવ રૂપિયા 800/-થી લઈને 1400/- સુધીના બોલાયા હતા
*********
*71 અનરક્ષિત ટ્રેનો શરૂ કરશે*
નવી દિલ્હી: કોરોના સંક્રમણની વચ્ચે, રેલ્વેએ મુસાફરોની સુવિધા માટે મોટી સંખ્યામાં અનરિઝર્વેટ ટ્રેનોને પાટા પરથી ઉતારવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેનોને ટ્રેક પર દોડાવવા સાથે, દિલ્હી-એનસીઆરની સાથે સહારનપુર, અમૃતસર, ફિરોઝપુર, ફાજિલકા સહિતના ઘણા સ્થળો માટે આસાની કરવામાં આવશે. 5 એપ્રિલથી, મોટાભાગની અનરિઝર્વેટ ટ્રેનો લોકો માટે માર્ગ સરળ બનાવવાનું શરૂ કરશે.
*******
*પીએસઆઈ- કોન્સ્ટેબલ યુવતી હોટલનો ઈલુ… ઈલુ… કેસ ચર્ચાસ્પદ*
અમદાવાદ હોટલના સીસીટીવી મેળવીને તપાસ ડિસેમ્બરથી શહેરમાં આવેલા પીએસઆઈના કરતૂતોની ચર્ચાઅમદાવાદ પોલીસ તંત્રમાં લોકરક્ષક એવી નવીસવી કોન્સ્ટેબલ એવી યુવતીને હોટલમાં લઈ ગયેલા પીએસઆઈના કરતૂતો ચર્ચાનું કેન્દ્ર બન્યા છે મહિલા કોન્સ્ટેબલનો પતિ આવી જતા લિફ્ટમાં ઉતરી જઈ પાર્કિંગમાં મુકેલી કાર સુધી બન્ને પહોંચ્યા હતા મહિલા કોન્સ્ટેબલને ડેકીમાં પૂરી દઈ પીએસઆઈએ કાર ભગાવી મુકી હતી
********
*ધોરાજીમાં કોરોનાનો કહેર હોસ્પિટલ છલોછલ*
ધોરાજીમાં 24 કલાકમાં 40 કોરોના પોઝિટિવ કેસ, આંકડો 2100 ઉપર કોરોનાનો કહેર યથાવત, એક દર્દીનું મોત સરકારી હોસ્પિટલ કોરોના પોઝિટિવ દર્દીઓથી છલોછલ નવા 35 બેડ માટેની વ્યવસ્થા અંગે વિચારણા કોરોનાનો કહેર યથાવત રહેવા સાથે એક દર્દીનું મોત થયં છે તો ૨૪ કલાકમાં વધુ ૪૦ કોરોના પોઝિટિવ કેસ નોંધાવા સાથે કુલ આંકડો ૨૧૦૦ ઉપર પહોંચી ગયો છે
********
*ભાજપ અગ્રણી સહિત 4 સામે ઉચાપત ની ફરિયાદ*
ગોંડલ બાલાશ્રમની દીકરીઓના લગ્ન માટે ધર્માદાનું ફંડ ઉપાડી ખોટા બિલ રજૂ કરવા મામલે ફરિયાદ ગોંડલ નગરપાલિકા સંચાલિત બાલાશ્રમમાં આશરે એકાદ વર્ષ પહેલા બાળાઓના લગ્ન યોજાયા હતા જેમા નાગરિક સહકારી બેંક દ્વારા ભેટ સોગાદ સહિત ફંડ આપવામાં આવ્યું હતું પરંતુ બેંકના ધર્માદા ફંડમાં ૫૨૧૦૦૦ના ખોટા બિલ રજૂ કરી ઉચાપત કરવામાં આવી હતી.
*********
*લાલ કાંદાની વિક્રમજનક આવક*
મહુવા માર્કેટીંગ યાર્ડમાં છેલ્લા સપ્તાહથી લાલ અને સફેદ કાંદાની દિન પ્રતિદિન આવક વધી રહી છે. ત્યારે ગુરૂવારે લાલ કાંદાની ૩ લાખ કરતા વધુ થેલીની વિક્રમજનક આવક નોંધાવા પામેલ છે. જયારે સફેદ કાંદાની સાત લાખથી વધુ આવક થઈ છે. ભાવનગર તેમજ મહુવા માર્કેટીંગ યાર્ડમાં કસ્તુરીના રોજે રોજ ઢગલા ખડકાઈ રહ્યા છે એટલુ જ નહિ જિલ્લાના માર્કેટીંગ યાર્ડોમાં ચોતરફથી ડુંગળીની થઈ રહેલી અઢળક આવક વચ્ચે ભાવમાં પણ તેજી જોવા મળી રહી છે.
*********
*લીંબયાત કોમ્યુનિટી હોલ ખાતે કોરોના રસીકરણ અભિયાન*
સુરત પ્રજાપિતા બ્રહ્માકુમારીજ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય અને સુરત મહાનગર પાલિકા ના સહયોગથી રસીકરણ કેમ્પ નું આયોજન થયું જેમાં મોટી સંખ્યામાં વિસ્તારના સ્થાનિકો દ્વારા ઉપસ્થિત રહી રસીકરણ ને અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો. લોકો માં રસી લેવા માટે ઉત્સાહ જોવા લાયક હતો. કાર્યક્રમમાં પ્રજાપિતા ભ્રહ્મકુમારી દીદી રંજના બેન અને સુરત મનપા ના માજી ડે. મેયરશ્રી ડો. રવિન્દ્ર પાટીલ એ વિશેષ ઉપસ્થિતિ આપી રસી એકદમ સલામત છે, તેની કોઈજ આડઅસર નથી. હું ડો. રવિન્દ્ર પાટીલ મારા વિસ્તાર ના દરેક નાગરિકોને વિનંતી કરું છું કે કોરોના રસી લઈ પોતાને અને દેશને આ કોરોના મહામારીથી સુરક્ષિત કરીએ આ કાર્યમાં જોડાયેલ તમામ ડોકટર, નર્સ સહાયક અને કાર્યકર્તાશ્રીને વંદન.
*🙏🙏thaend🙏🙏*