*સુરેન્દ્રનગરમાં પાણીની પોકાર*

સુરેન્દ્રનગર શહેરની બે લાખની જનતાને પુરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે સરકારે રૂ.57 કરોડની યોજના મંજુર કરી હતી. જેનુ કામ પૂર્ણ થઇ ગયાને એકાદ વર્ષ થયુ છતા આજે પણ બે હજારથી વધુ ઘરમાં પાણી નથી મળતુ તે વાસ્તવિકતા છે. ભાસ્કરે કરેલી તપાસમાં એવી વિગતો જાણવા મળી હતી કે વારંવાર લીક થતી લાઇનોને કારણે શહેરમાં આજે પણ 2000 હજારથી વધુ પરિવાર તળાવ કાંઠે તરસ્યા રહેતા હોવાની સ્થિતી સર્જાઇ છે.