અંબાજી થી આબુ પગપાળા ચાલી સાંઈબાબાના મંદિરે ધજા અર્પણ કરતું અંબાજી સાઈ મિત્ર મંડળ

**જીએનએ અંબાજી: શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે અંબાજી ખાતે દેશભરમાંથી મોટી સંખ્યામાં માઇ ભકતો માતાજીના દર્શન કરવા આવતા હોય છે.

ઘણા ભક્તો સંઘને ધજા લઈને અંબાજી ખાતે માતાજીના દર્શન કરવા આવે છે ત્યારે અંબાજીના લોકો પણ ફેબ્રુઆરી મહિનાના પહેલા ગુરુવારે અંબાજી થી પગપાળા ચાલતા આબુરોડ રાજસ્થાનમાં આવેલા સાઈબાબા મંદિર ખાતે ધજા લઈને ઓમ સાઈ રામ ના જાપ કરીને દર્શન કરવા જાય છે. અંબાજી સાઇ મિત્ર મંડળ દ્વારા છેલ્લા 24 વર્ષથી અંબાજી થી આબુ રોડ પગપાળા સંઘનું આયોજન કરવામાં આવે છે.

કેટલાક સેવાભાવી ભક્તો દ્વારા પગપાળા જતા ભક્તોને પાણી પ્રસાદ નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવે છે. અંબાજી સાઇ મિત્ર મંડળ દ્વારા અંબાજી-આબુરોડ માર્ગ માં રસ્તામાં ભોજન પ્રસાદી ના ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે. અંબાજી સાઈ મિત્ર મંડળના રાજુભાઈ મોદી, વિજ્યભાઈ દવે, મુકેશ શેટ્ટીની કામગીરી ઘણી સુંદર રહી હતી. સવારે ભક્તો ચાલતા ચાલતા આબુરોડ જવા નીકળ્યા હતા અને 4 વાગે ધજા મંદીર ના શીખર પર અર્પણ કરી હતી. આમ આજે આખુ અંબાજી સાઇમય થઈ ગયું હતું.

ભક્તોને 21 કિલો બુંદીનો પ્રસાદ પણ આપવામાં આવ્યો હતો