થિરૂવનાઈકલવમાં જમ્બુકેશ્નર મંદિર પાસે ખોદકામ દરમિયાન તાંબાના વાસણમાં 1.716 કિલોગ્રામ વજનના 505 સોનાના સિક્કા મળી આવ્યા છે. મંદિરના અધિકારીઓએ જણાવ્યું છે કે, જમીનની અંદર નાના મોટા એવા 504 અને 1 મોટો સિક્કો મળી આવ્યો છે. ખોદકામ દરમિયાન મળી આવેલા આ સિક્કા બાદ આજૂબાજૂના વિસ્તારોમાં હડકંપ મચી ગયો હતો. મંદિરાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ સિક્કાઓ 1 હજારથી 2 હજાર વર્ષ જૂના સિક્કાઓ છે. આ સિક્કાઓ સાત ફૂટ ઉંડા ખાડામાંથી મળી આવ્યા છે.ખોદકામ દરમિયાન મળી આવેલા આ તાંબાના વાસણને ખોલીને જોયું તો તેમાં સોનાના સિક્કા હતા. મંદિર પ્રશાસને આ સિક્કાઓ પોલીસને સોંપી દીધા છે. હાલમાં જો કે, આ સિક્કાઓ કેટલી કિંમતના છે, તેનો ખુલાસો થયો નથી.ખોદકામમાંથી મળી આવેલા સિક્કાની આગળ તપાસ ચાલી રહી છે. સિક્કાઓનો ચલણનો સમય જાણવા માટે આર્ક્યોલોજી વિભાહને જાણકારી આપવામાં આવી છે
Related Posts
*📍J&K માં ચૂંટણી આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન*
*📍J&K માં ચૂંટણી આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન* પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તી વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે મહેબૂબા મુફ્તીએ…
*સુરતમાં પૈસા ડબલ કરવાની લાલચ આપી છેતરપિંડી આચરનારના જામીન નામંજૂર*
સુરત: શહેરમાં લાઈફ વિઝન ટ્રેડીંગ કંપનીની લોભામણી સ્કીમમાં નાણાં ડબલ કરવાની લાલચ આપી રોકાણકારો પાસેથી 1.35 કરોડના રોકાણ મેળવી ગુનાઈત…
*કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્યો પર વોચ રાજ્યસભામાં ક્રોસ વોટિંગનો ભય*
ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો માટે 26 માર્ચે યોજાનારી ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાની હિલચાલ શરૂ કરી છે. સાથે જ ભાજપના…