35 વર્ષ જેલમાં વિતાવનાર ખાન અબ્દુલ ગફ્ફાર ખાનબે વાર નોબલ શાંતિ પુરસ્કાર માટે નામાંકીત થયેલા બાદશાહ ખાનની જીંદગી અને કહાણી વિશે લોકો ઘણું ઓછું જાણે છે.98 વર્ષની જીંદગીમાં 35 વર્ષ તેમણે જેલમાં માત્ર એટલા માટે વિતાવ્યા કે આ દુનિયાને માનવીઓ માટે રહેવાની એક શ્રેષ્ઠ જગ્યા બનાવી શકાય. ખાન અબ્દુલ ગફ્ફાર ખાન જંગ-એ-આઝાદીના અજીમ રેહનૂમા જેમને ન તો આઝાદ ભારતે પોતાના માન્યા,ત્યાં પાકિસ્તાને તો દુશ્મન જ માન્યા.જે શખ્સે પૂરી જિંદગી હિન્દુસ્તાનની જંગ-એ-આઝાદી માટે વક્ફ(અર્પિત) કરી દીધી,તેમને મર્યા પછી અફઘાનિસ્તાન બે ગજ જમીન નસીબ થઇ.
છેલ્લી વખત મહાત્મા ગાંધીને મળ્યા ત્યારે ગાંધીજીએ ખાનને કહ્યું – હવે ભારતનો મોહ ત્યાગી દો, પોતાના દેશની સેવા કરો.તેઓ પાકિસ્તાનમાં લગભગ સમય કેદમાં જ રહ્યા. મહાત્મા ગાંધીને છ-સાત વર્ષ સુધી જેલમાં રહેવું પડ્યું, સુકી ને ૧૫ વર્ષ સુધી,નેલ્સન મંડેલાને ૨૭ વર્ષ સુધી, પરંતુ એ બધા ખાન અબ્દુલ ગફ્ફાર ખાનના સંઘર્ષની સામે કશું જ નથી જેમણે પોતાની જિંદગીનો સૌથી વધુ હિસ્સો બ્રિટિશરાજ અને પછી પાકિસ્તાનની જેલમાં વિતાવ્યો.પોતાની આખી જિંદગી માનવતાના કલ્યાણ માટે સંઘર્ષ કરતા રહ્યા જેથી એક બહેતર ભવિષ્યનું નિર્માણ થઈ શકે.
સામાજિક ન્યાય,આઝાદી અને શાંતિ માટે જે રીતે તેઓ જીવનભર જજૂમતા રહ્યા તે તેમને નેલ્સન મંડેલા,માર્ટિન લ્યુથર કિંગ જુનિયર અને મહાત્મા ગાંધી જેવા લોકોની બરાબર ઊભા કરે છે.બાદશાહ ખાનની વિરાસત આજના મુશ્કિલ સમયમાં આશાની કિરણ જગાડે છે. ખાન ગફ્ફારખાન (સીમાંત ગાંધી) 1969 માં ભારતના પ્રધાનમંત્રી શ્રીમતી ઇંદિરા ગાંધીના વિશેષ આગ્રહ પર ઈલાજ માટે ભારત આવ્યા હતા.હવાઈ અડ્ડા પર તેમને લેવા શ્રીમતી ગાંધી અને જયપ્રકાશ નારાયણ ગયા.ખાન જ્યારે હવાઈ જહાજની બહાર આવ્યા તો એમના હાથમાં એક ગઠરી હતી જેમાં તેમનો કુરતો અને પાયજામો હતો.મળતા જ શ્રીમતી ગાંધીએ હાથ આગળ ધરી તેમની ગઠરી તરફ – “આને અમને આપી દો,અમે ઊંચકી લઈએ” – ખાન સાહેબ ઉભા રહ્યા,
ઠંડા મનથી બોલ્યા – “આટલું તો બચ્યું છે આને પણ લઈ લેશો ?” જે.પી.નારાયણ અને શ્રીમતી ગાંધી બંનેએ સર ઝુકાવી દીધું.જે.પી.નારાયણ પોતાને સંભાળી ન શક્યા.તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા.વિભાજનનું પૂરેપૂરું દર્દ ખાન સાહેબની આ વાતથી બહાર આવી ગયું હતું. કેમ કે તે વિભાજનથી ખૂબ જ દુઃખી હતા.તેઓ ભારત સાથે રહેવા ઇચ્છતા હતા,પરંતુ ભૂગોળે એમને માર્યા. પરંતુ ભારત રત્ન ખાન અબ્દુલ ગફ્ફાર ખાનની ભારતમાં કોઇ વિરાસત છે ખરી.!? દિલ્હીના ગફ્ફાર માર્કેટનું નામ ખાન સાહેબના નામ ઉપર રાખવામાં આવ્યું છે.કહેવાય છે કે ત્યાં બે નંબરનો સામાન મળે છે .- માજીદ મજાજઅનુવાદ : હિદાયત પરમારહિદાયત પરમાર ની પોસ્ટ માંથી કોપી….