જામનગર ખાતે નયનાબા જાડેજા દ્વારા ગરીબ બાળકોને કરાયું પતંગ અને દોરીનું વિનામૂલ્યે વિતરણ

જામનગર જામનગર ખાતે ગરીબ બાળકોને વિના મૂલ્યે પતંગ અને દોરીની ફિરકીનું જામનગર જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ નયનાબા જાડેજા દારા વિતરણ કરવામાં આવ્યું. મકરસંક્રાંતિ એટલે પતંગ ઉડાવવાનો અને લાડુ ખાવાનો અનેરો તહેવાર કહેવાય છે

આવા સમયે જામનગર શહેરના ગુલાબનગર ખાતે જામનગર જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ નયનાબા જાડેજા દ્વારા ગરીબ વર્ગના બાળકોને પતંગ અને દોરીની ફીરકીનું વિના મૂલ્યે વિતરણ કરી બાળકોના મો પર આ તહેવારનું સ્મિત રેલાવવાનો ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો હતો. હાલ રાજ્યમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહયો છે અને સરકાર દારા ગાઈડલાઈન મુજબ આ તહેવાર માનવવાનું જાહેર કરવામાં આવ્યું છે ત્યારે નયનાબા જાડેજા દારા પણ સરકારની ગાઈડલાઈન મુજબ તેને અનુસરીને મકરસક્રાંતિને ઉજવવા માટે અપીલ કરવામાં આવી હતી. આશરે 200 જેટલા નાના બાળકોને પતંગ અને દોરીનું વિતરણ કરાતા બાળકોમાં પણ ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો.