*પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટ માટે લાગુ થયો નવો નિયમ મિનિમમ બેલેન્સ ન હોય તો રોજ કપાશે ૧૦૦ રૂપિયા. – અહેવાલ. શૈલેષ પંચાલ.

પોસ્ટ ઓફિસ ગ્રાહકોને પોતાના સેવિંગ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ ૫૦૦/ રૂપિયા રાખવું અનિવાર્ય રહેશે આ કારણે બંધ થઇ શકે છે ખાતું

નવી દિલ્હી તા.૧૨ જો આપનું પણ પોસ્ટ ઓફિસમાં સેવિંગ એકાઉન્ટ છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ જરૂરી છે. પોસ્ટ ઓફિસ એ પોતાના ગ્રાહકો માટે મિનિમમ બેલેન્સની નિયત લિમિટને આજથી લાગુ કરી દીધી છે. હવે ગ્રાહકોને સેવિંગ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ ૫૦૦ રૂપિયા રાખવું અનિવાર્ય રહેશે. જો તમે આવું નહીં કરો તો ૧૦૦ રૂપિયા રોજના ચાર્જ કાપવામાં આવશે અને બાકીની રકમ ઝીરો થઈ જશે, જેનાથી આપનું ખાતું બંધ થઈ શકે છે.

India Postએ પોતાના અધિકૃત ટ્વીટર હેન્ડલથી ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે. ટ્વીટમાં જણાવવામાં આવ્યું છે કે નવા નિયમ હેઠળ ગ્રાહકોને પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ (Post Office Savings Account)માં ૧૧ ડિસેમ્બર સુધી ૫૦૦ રૂપિયાનું મિનિમમ બેલેન્સ રાખવું જરૂરી રહેશે. જો ૧૨ ડિસેમ્બરે ગ્રાહકોના ખાતામાં મિનિમમ બેલેન્સ નહીં હોય તો આપને મેન્ટેનન્સ ચાર્જ આપવો પડશે.

ઈન્ડિયા પોસ્ટની ઓફિશિયલ વેબસાઇટ મુજબ, પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ (Post Office Savings Account) પર વાર્ષિક વ્યાજ દર ૪ ટકા છે. વ્યાજની ગણતરી દર મહિનાની ૧૦મી તારીખ અને મહિનાના અંતની વચ્ચે મિનિમમ બેલેન્સ રકમના આધાર પર કરવામાં આવે છે. ગ્રાહક તેને પોતાની સુવિધા અનુસાર કોઈ પણ નજીકની પોસ્ટ ઓફિસમાં ખોલાવી શકે છે.

પોસ્ટ ઓફિસના બચત ખાતાને સિન્ગલ વયસ્ક કે જોઇન્ટ વ્યસ્કો (Joint Acount) કે પછી એક માઇનોરની સાથે એક વયસ્કની જેમ ખોલાવી શકાય છે. ૧૦ વર્ષથી ઉપરના માઇનર દ્વારા એકાઉન્ટ ખોલાવી શકાય છે. એક વ્યકિત દ્વારા એક પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટ ખોલાવી શકાય છે. સાથોસાથ માઇનોર કે અસ્થિર મગજની વ્યકિતના નામ પર માત્ર એક જ એકાઉન્ટ ખોલાવી શકાય છે પોસ્ટ ઓફિસ સ