મુંબઈ સહિત આખા મહારાષ્ટ્રમાં કોરોના અને તેના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યાં છે. આવી સ્થિતિમાં બાળકોમાં સંક્રમણ ન ફેલાય તે હેતુસર બીએમસીએ એક મોટો નિર્ણય લીધો છે.31 જાન્યુઆરી સુધી ધોરણ 1થી8ની સ્કૂલ બંધ વધી રહેલા કોરોના સંક્રમણની વચ્ચે બીએમસીના અધિકારીોએ આજે એક મોટી બેઠક કરી હતી. બેઠકમાં સ્કૂલ બંધ રાખવા પર બધા અધિકારીઓ સંમત થયા હતા જે પછી 1થી 9 અને 11મા ધોરણની સ્કૂલ 31 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.રાજ્ય સરકારે ફક્ત ધોરણ 10 અને 12ની સ્કૂલ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે કારણ આગામી થોડા સમયમાં બોર્ડની પરીક્ષાઓ આવી રહી છે તેને લઈને ફક્ત ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને માતાપિતાની સંમતિ સાથે સ્કૂલે આવવાની પરમિશન અપાઈ છે.કોરોનાના વધતા ચેપ વચ્ચે આજથી મુંબઈમાં18 વર્ષ સુધીના બાળકોનું રસીકરણ શરૂ થઈ ગયું છે. મુંબઈના ૯ રસીકરણ કેન્દ્રો પર બાળકોને રસી આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. શરૂઆતમાં મુંબઈ મ્યુનિસિપલ સ્કૂલોમાં અભ્યાસ કરતા બાળકોને રસીકરણ માટે પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. શિક્ષણ વિભાગ દ્વારા રસીકરણ માટે વિદ્યાર્થીઓને રોજગારી આપવામાં આવી છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારે ફરી એકવાર લોકડાઉનના સંકેત આપી દીધા છે. તેમણે શાળા અંગે નિર્ણય લેવાની પણ વાત કરી હતી. જે બાદ આજે ૧થી ૮ ધોરણ સુધી શાળાઓ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.
Related Posts
સ્ટાઈપેન્ડ વધારવાની માંગ સાથે જામનગર મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટર હડતાળ પર. હવે પ્લાઝમા ડોનેટ કરી નવતર વિરોધ કરશે.
જામનગર: દર્દી માટે ડોક્ટર ભગવાન સમા ગણાય છે એમા પણ કોરોનાની મહામારી માં કોરોના સંક્રમિત દર્દીઓને જીવ જતા બચાવવા માટે…
કૃષિ કાયદાને લઈને મોટા સમાચાર
*બ્રેકીંગ ન્યૂઝ* કૃષિ કાયદાને લઈને મોટા સમાચાર કૃષિ કાયદા પર સુપ્રીમ કોર્ટની રોક ત્રણેય કાયદા પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક
*મંદીને લઈને ભાજપના સાંસદે આપ્યું નિવેદન*
નવી દિલ્હીઃ દુનિયાભરમાં મંદીની ચર્ચાઓની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના સાંસદ વીરેન્દ્ર સિંહે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. ઉત્તર પ્રદેશના બલિયાથી સાંસદ…