રાજ્યમાં તરૂણ-બાળકોને કોરોના વેકસીન અભિયાન ની શરૂઆત કરાવતા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

*.*જીએનએ ગાંધીનગર: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં 15 થી 18 વર્ષની વયના બાળકો તરૂણો ને કોરોના વેક્સિન આપવાના અભિયાનનો ગાંધીનગરના કોબાની જી.ડી.એમ. કોબવાલા હાઇસ્કુલ થી કરાવ્યો હતો*.મુખ્યમંત્રીશ્રી આજે સવારે આ શાળામાં પહોંચ્યા હતા અને બાળકોના રસીકરણ ની કામગીરી નિહાળી હતી. તેમણે બાળકો સાથે સહજ સંવાદ પણ કર્યો હતો*આ પ્રસંગે ગાંધીનગરના મેયર હિતેશભાઈ મકવાણા,ધારાસભ્ય શંભૂજી ભાઈ, આરોગ્ય કમિશનર જય પ્રકાશ શિવહરે તેમજ મ્યુનિસિપલ કમિશનર ધવલ પટેલ અને શાળા શિક્ષક પરિવાર તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા*