*અમેરિકી સાંસદોએ આપ્યા આ નિવેદન*

અમેરિકી સાંસદ રશિતા તાલિબે કહ્યુ છે કે, આ અઠવાડીયામાં ટ્રંપે ભારતનો પ્રવાસ કર્યો છે, પરંતુ અસલ કહાની એ છે કે, દિલ્હીમાં આ સમયે મુસ્લિમો વિરુદ્ધ સાંપ્રદાયિક હિંસા થઈ રહી છે. અમે ચુપ નહી રહી શકીએ, કારણ કે, દેશભરમાં હિંસા થઈ રહી છે.અમેરિકી સાંસદ પ્રમિલા જયપાલે કહ્યુ છે કે, ભારતમાં ધાર્મિક અસિષ્ણુતાના ખતરનાક રૂપને વધવુ ખૂબ જ ખૌફનાક છે. લોકતંત્રને વેંચવુ અને ભેદભાવ કરવુ તે સહન કરવુ જોઈએ નહી અને ન તો ધાર્મિક સ્વતંત્રતાને ઓછી કરનાર કાનૂનને પ્રોત્સાહન આપવું જોઈએ.
અમેરિકન સાંસદ એલન લૉવેંથલે પણ હિંસા પર કહ્યુ છે કે, ‘નૈતિક નેતૃત્વની દુઃખદ અસફળતા તેમણે કહ્યુ છે કે, ભારતમાં માનવધિકાર ખતરાની વિરુદ્ધ આપણે જરૂર બોલવું જોઈએ.