* અમદાવાદ: અંગદાન એ જ મહાદાન આ સૂત્રને અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા ખરા અર્થમાં ચરિતાર્થ કરી બતાવવામાં આવ્યું છે. કોરોનાની વિષમ પરિસ્થિતિઓ વચ્ચે ગત વર્ષ 16 મી ડિસેમ્બરના રોજ સિવિલ હોસ્પિટલને અંગદાન માટેના રીટ્રાઇવલ સેન્ટરની મંજૂરી મળી હતી. રીટ્રાઇવલ સેન્ટરની મંજૂરી મળ્યાના 10 જ દિવસમાં એટલે કે 27 મી ડિસેમ્બરે સિવિલ હોસ્પિટલમાં પ્રથમ અંગદાન મેળવીને તેનું રીટ્રાઇવલ કરવામાં આવ્યું. ત્યારબાદ અંગોને પ્રત્યારોપણ માટે મોકલવામાં આવ્યું. જેને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. સિવિલ હોસ્પિટલમાં આ એક વર્ષમાં કુલ 25 વ્યક્તિઓના અંગદાન મેળવવામાં સફળતા મળી છે. 25 વ્યક્તિઓના મળેલા 86 અંગો થકી 72 લોકોને નવજીવન બક્ષવામાં સફળતા મળી છે. આ 72 લોકોના જીંદગી ફરીથી ખિલી ઉઠી છે. સમગ્ર વિગત આપતા સિવિલ સુપ્રીટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતુ કે, સિવિલ હોસ્પિટલની SOTTO(State Organ Tissue Transplant Organisation)ની ટીમ દ્વારા અથાગ પરિશ્રમ કરીને અંગદાનની કામગીરી સુપેરે નિભાવવામાં આવી છે. આજે અંગદાનની કામગીરી સાથે જોડાયેલા તમામ લોકોને પ્રોત્સાહિત કરવા અને અંગદાનની કામગીરીને વધુ અસરકારક બનાવીને જનજન સુધી અંગદાનનો સકારાત્મક સંદેશો ફેલાવવા, જનજાગૃતિ વધારવા હેતુથી શ્રી દિલિપ દેશમુખની પ્રેરક ઉપસ્થિતિમાં સિવિલ હોસ્પિટલ દ્વારા સ્ટેન્ડી લોન્ચ કરવામાં આવ્યું હતુ. આ સ્ટેન્ડીને ટ્રોમા સેન્ટર સહિતના વિવિધ સ્થળોએ મૂકવામાં આવશે. જે દર્દીના સગાઓને અંગદાન માટે પ્રેરશે. સિવિલ હોસ્પિટલની 1200 બેડ હોસ્પિટલમાં ઓમિક્રોનની સારવાર હેઠળ દાખલ 48 વર્ષના પુરુષ દર્દીની હાલત સંપૂર્ણ પણે સ્થિર થતા અને રીપોર્ટ સર્વસામાન્ય આવતા તેમને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું હતુ, મૂળ આણંદના રહેવાસી આ દર્દી આજે સંપૂર્ણ પણે સ્વસ્થ થઇ સ્વગૃહે પરત થયા હતા. સમગ્ર રાજ્યમાં 25 મી ડિસેમ્બર થી 31 ડિસેમ્બર સુધી સુશાસન સપ્તાહની ઉજવણી થઇ રહી છે ત્યારે આજે સિવિલ હોસ્પિટલ દ્વારા પણ આ સપ્તાહની ઉજવણીમાં ભવાઇ નાટ્ય દ્વારા લોકોમાં સ્વચ્છતા માટેનો સંદેશો ફેલાવવામાં આવ્યો હતો. તેમજ સિવિલ હોસ્પિટલમાં સેનિટાઇઝેશન અને સ્વચ્છતાની કામગીરી વધુ સધન બનાવીને સ્વચ્છતા ત્યા પ્રભુતાની પ્રતિતી કરાવી હતી. સિવિલ હોસ્પિટલના હેલ્થકેર વર્કર્સ, સફાઇ કર્મીઓ દ્વારા આ સપ્તાહની ઉજવણીને વધુ પ્રસ્તુત બનાવવા સ્વચ્છતાના શપથ લીધા હતા.
Related Posts
સુપ્રીમ કોર્ટનો આદેશ હવે ગુનેગારોને ટિકટ આપતા પહેલા…..
રાજનીતિમાં ગુનેગારોની સંખ્યા વધતા હવે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. અદાલત દ્રારા તમામ રાજનૈતિક દળોને એવો આદેશ આપવામાં આવ્યો…
ત્રીજા તબક્કામાં અમદાવાદના સાંસદ અને તેમના પત્નીએ કોરોના રસીકરણનો પ્રથમડોઝ લીધો.
અમદાવાદ: રસીકરણ અભિયાન” ના ત્રીજા તબક્કા અંતર્ગત આજે અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદ ડૉ કિરીટભાઈ સોલંકી અને તેમના પત્ની શ્રીમતી મંજુલાબેન…
SKIPS એમબીએ – એક ડિગ્રી જે તમને સ્પર્ધાત્મક ભવિષ્ય માટે તૈયાર કરે છે. વધુ જાણો આ વિશે..
SKIPS એમબીએ – એક ડિગ્રી જે તમને સ્પર્ધાત્મક ભવિષ્ય માટે તૈયાર કરે છે. વધુ જાણો આ વિશે.. અમદાવાદ: એમબીએ ડિગ્રીનું…