શિક્ષણઅધિકારી કચેરી દ્વારા પ્રશંસનીય કામગીરી: સૈનિકોના કલ્યાણ માટે 1.10 લાખ રૂપિયા એકત્ર કરી જમા કરાવ્યા

* અમદાવાદ: અમદાવાદ જિલ્લાની સાણંદ તાલુકા શિક્ષણઅધિકારી કચેરી દ્વારા સૈનિકાના કલ્યાણ માટે પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. રાષ્ટ્રીય રક્ષા કાજે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા વીર સૈનિકોના પરિવાજનો સ્વમાનભેર પોતાઆ જીવનનો નિર્વાહ કરી શકે તેવી વ્યવસ્થા કરવા તેમજ યુધ્ધ, આંતરીક આતંકી હુમલાઓ દરમિયાન સૈનિક કાર્યવાહીમાં શારિરીક ક્ષતિગ્ર્સ્ત થવાના કારણે સશસ્ત્ર સેનાઓમાંથી છૂટા કરાયેલ સૈનિકોના પરિજનોના કલ્યાણ માટે સેના ધ્વજદિન ભંડોળ માં 1.09,940 રૂપિયા એકત્ર કરીને સાણંદ તાલુકા પ્રાથમિક શિક્ષણાઅધિકારી શ્રી નિકુંજભાઇ અને તેમની ટીમ દ્વારા આજ રોજ જિલ્લા સૈનિક કલ્યાણ કચેરી અમદાવાદ ખાતે જમા કરાવવામાં આવ્યા હતા.