ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન દ્વારા “પિરોટન ટાપુ” ના પ્રતિબંધને હટાવી લેવાના નિર્ણયને આવકારતી શ્વાસ ઇન્ડિયા.*

* જામનગર: જામનગર થી આશરે ૧૨ નોટિકલ માઈલ દૂર પિરોટન ટાપુ આવેલ છે. નૈસર્ગીક વાતાવરણમાં દરિયાઈ જીવશ્રુષ્ટિને જોવા અને તે વાતાવરણ ને માણવા માટે પિરોટન ટાપુ એ એક ઉત્તમ સ્થળ છે. મેરિન નેશનલ પાર્ક નો એક ભાગ છે. વર્ષ ૧૯૮૦ માં ઓખા થી જોડિયા સુધીના ૧૧૦ કિલોમીટરના દરિયાઈ વિસ્તારને મેરિન નેશનલ પાર્ક તરીકે જાહેર કરવામાં આવેલ. ૪૨ નાના નાના ટાપુઓ આ મેરિન નેશનલ પાર્કમાં આવરી લેવામાં આવ્યા છે તથા દરિયાઈ શ્રુષ્ટિના જતન અર્થે વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન એક્ટ ૧૯૭૨ લાગુ કરવામાં આવેલ છે. મેરિન નેશનલ પાર્ક માં વિવિધ ૭૦ જેટલી જળચર પ્રજાતિઓ, 52 પ્રકારના કોરલ્સ, અને ૪૪ પ્રકારના વિવિધ હાર્ડ કોરલ્સ, તથા લગભગ ૯૦ પ્રકારના પક્ષીઓ જોવા મળે છે. દરિયાઈ જીવશ્રુષ્ટિ ને જાણવા સમજવા માટે મેરિન નેશનલ પાર્ક ઉત્તમ સ્થળ છે. મેરિન નેશનલ પાર્ક અંતર્ગત આવતા ૪૨ ટાપુઓ પૈકી સહુ થી રમણીય ટાપુ “પિરોટન” છે, જામનગર થી આશરે ૧૨ નોટિકલ માઇલ અર્થાત ૨૨ કિલોમીટર દરિયાઈ સફર પછી આ ટાપુ સુધી પહોંચી શકાય છે. કુદરતના આ અદભુત સર્જન ને માણવું એ દરેક વ્યક્તિ માટે જીવનના સંભારણા સમાન બની રહે છે. આ તબ્બકે પિરોટન ટાપુ પર જીવશ્રુષ્ટિ અભિયાસ અર્થે જવા માટે અનુમતિ આપવાની પ્રક્રિયા ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન દ્વારા પ્રતિબંધ હટાવી લેવાયો છે, આ નિર્ણય ને શ્વાસ ઇન્ડિયાના પ્રેસિડન્ટ ભાર્ગવ ઠાકર સહીત સંસ્થાના સભ્યો દ્વારા આવકારવામાં આવેલ છે. શ્વાસ ઇન્ડિયાના પ્રવક્તા શ્રી રાહુલભાઈ સોઢાએ અખબારી યાદી માં જણાવેલ છે.