*આળસને કારણે રેલવેએ કમાઈ લીધા 9000 કરોડ*

રેલવે મુસાફરોએ વેટિંગ ટિકિટ કેન્સલ ન કરાવવાના કારણે રેલવેને કરોડો રુપિયાની કમાણી થઈ છે. દેશભરમાંથી 9.5 કરોડ પ્રવાસીઓએ પોતાની ટિકિટ કેન્સલ નહોતી કરાવી. જેના કારણે રેલવેને અધધ ફાયદો થયો છે. પ્રવાસીઓ દ્વારા ભારતીય રેલવેમાં ટિકિટ રદ કરવા અને વેટિંગ લિસ્ટવાળી ટિકિટોને કેન્સલ નહી કરાવવાને કારણે 2017થી 2020 દરમિયાન 9 હજાર કરોડ રુપિયાની કમાણી કરી છે