.જીએનએ અમદાવાદ: અમદાવાદના ખોખરા-અમરાઈવાડી માર્ગ પરના અનુપમ સિનેમા નજીક આવેલ આશિમા મિલ પાસે પીવાના પાણીની લાઈન લીકેજ થતી જોવા મળી હતી.પીવાના ચોખ્ખા પાણીની લાઈનમાથી પાણીનો રેલો અડધો કિલોમીટર અનુપમ સિનેમા સુધી પહોંચ્યો હતો.આજ માર્ગ પર અનેક વખત પાણી લીકેજ થવાની ઘટના બાદ પણ Amc તંત્રના અધિકારીઓ અત્યાર સુધી કોઈ કાયમી નિરાકરણ લાવી શકયા નથી જેથી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે.ગુણવત્તા વગરના સમારકામને લઈને છાસવારે શહેરમા પીવાના પાણી લાઈનમા ભંગાણ પડતા શુધ્ધ પીવાના પાણીનો અસહ્ય વ્યય થતો જોવા મળી રહ્યો છે.એકતરફ અનેક વિસ્તારોમા પીવાના પાણીના અપુરતા પેશરથી પાણી નથી પહોંચતું ત્યારે બીજી તરફ જળ વિભાગ ખાતાની બેદરકારીના લીધે શહેરમા અનેક જગ્યાઓ પર લીકેજ થતા રહ્યા છે હવે આમાં પ્રજાનો શું વાંક? શું આ કામનો કાયમી નિકાલ આવશે કે પછી હતું એમને એમ ચાલ્યા કરશે અને પાણીનો બગાડ થતો રહેશે તેવા સવાલો પ્રજામાં ચર્ચાઈ રહયા છે.
Related Posts
*છાતી પર પિસ્તોલ તકાઈ છતાં કોન્સ્ટેબલે ફરજ નિભાવી*
નાગરિકતા સંશોધન કાયદા બાબતે દિલ્હીમાં જોરદાર બબાલ થઈ છે. ટ્રમ્પ દિલ્હી પહોંચે એ પહેલાં આ બબાલને પગલે પોલીસનો મોટો કાફલો…
રોડ અકસ્માતના બનાવો રોકવા માટે વરસામેડી તથા ભીમાસર ગામેથી પસાર થતાં ભારે-અતિ ભારે વાહનોને અન્ય રસ્તા પરથી ડાયવર્ટ કરવા પ્રાથમિક…
જામનગર* રોડ પર બેફામ ફરતા પશુઓના મામલે એસપી ડેલું અને JMC કમિશનર ખરાડી દ્વારા પશુપાલકોને ચેતાવવામાં આવ્યા