*રાજ્ય સરકારનો નિર્ણય*
50 હજાર સુધીની લોન મેળવનારા નાના ઊદ્યોગો-સ્ટાર્ટઅપને 31 ઓક્ટો. સુધી સ્ટેમ્પ ડ્યુટીમાંથી મુક્તિ, બે લાખ ફેરિયાઓને 300ની સ્ટેમ્પ ડ્યુટી માફ
10 હજાર લોન મેળવનારા ફેરિયાઓને પણ સ્ટેમ્પ ડ્યુટી નહીં ભરવી પડે
સ્ટેમ્પ ડ્યુટીની કુલ 7.75 કરોડ રૂપિયાની માફીનો નિર્ણય આ લાભ 25 હજાર જેટલા નાના ઊદ્યોગ-સ્ટાર્ટઅપ એકમોને મળશે.
**
*ગુજરાત વિધાનસભાની 8 બેઠક પેટાચૂંટણીની નવી ગાઈડલાઈન*
ચૂંટણી પંચે કોરોના સમયે ચૂંટણી કરાવવા અંગે ગાઇડલાઇન જાહેર કરી છે. નવી ગાઇડલાઇન અનુસાર માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ અને થર્મલ સ્કેનર જેવી ચીજો ચૂંટણી સમયે જરૂરી રહેશે. તે સિવાય ચૂંટણી પંચે ઓનલાઇન નોમિનેશન ફોર્મની સુવિધા પણ આપી છે. તેના દ્વારા ઉમેદવાર ઓનલાઇન નોમિનેશન ભરી શકશે. ઉલ્લેખનીય છે કે, હવે ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી સહિતની તમામ ચૂંટણીઓ માટે આ ગાઈડલાઈન લાગુ થશે.
**
*સામાન્ય ગાઇડ લાઇન*
ચૂંટણી સાથે જોડાયેલી કોઇ પણ પ્રક્રિયા વખતે માસ્ક પહેરવું જરૂરી રહશે.
ચૂંટણી માટે ઉપયોગમાં લેવાતા રૂમ, હોલ અથવા કોઇ પણ એરિયાના ગેટ પર થર્મલ સ્કેનર, સેનિટાઇઝર, સાબુ અને પાણી રાખવું પડશે. દરેક વ્યક્તિનું સ્કેનિંગકરવામા આવશે.સરકારી નિર્દેશો પ્રમાણે સોશિયાલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જરૂરી. તેના માટે મોટા હોલની પસંદગી કરીને સ્પોટ બનાવવામા આવે. ચૂંટણી અધિકારીઓ, સુરક્ષામાં લાગેલા લોકોના ટ્રાન્સપોર્ટેશન માટે કોરોના ગાઇડલાઇન અનુસાર જરૂરી સંખ્યામાં વાહનો રાખવા પડશે.
**
*પોપ્યુલર બિલ્ડરની જામીન અરજી કોર્ટે ફગાવી*
પોપ્યુલર બિલ્ડરના પરિવાર સામે થયેલી ઘરેલુ હિંસાની ફરિયાદ મામલે કોર્ટે રમણ પટેલ અને મોનાંગ પટેલની જામીન અરજી ફગાવી
અમદાવાદના પોપ્યુલર બિલ્ડરના પરિવાર સામે ઘરેલુ હિંસાની ફરિયાદ મામલે ગ્રામ્ય કોર્ટે બે લોકોના જામીન મંજૂર કર્યા છે. મુકેશ અને મયુરિકાના કોર્ટે જામીન મંજૂર કર્યા. ધરપકડથી બચવા માટે રમેશ પટેલ સહિત પરિવારજનોએ આગોતરા જામીન અરજી કરી હતી. જેમાં રમણ પટેલ અને મોનાંગ પટેલની જામીન અરજી કોર્ટે ફગાવી છે. પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલ અને તેમના પરિવાર સામે પુત્રવધુએ ઘરેલું હિંસાનો આક્ષેપ લગાવ્યો છે.
**
*2 કરોડ રૂપિયા દાન કરનાર હતા કાળાધનના કારોબારી*
નકલી કંપની બનાવીને કરતા હતા સફેદ નાણા દિલ્હી પોલીસની આર્થિક ગુનાખોરી વિંગે નકલી કંપની દ્વારા અરવિંદજરીવાલની આમ આદમી પાર્ટીને બે કરોડનું દાન આપવાના આરોપમાં બે લોકોની ધરપકડ કરી છે. પકડાયેલા બંને શખ્સો દિલ્હીના છે. પકડાયેલા લોકોની ઓળખ મુકેશ કુમાર અને સુધાંશુ બંસલ તરીકે થઈ છે
*
*પાલનપુર ખાતે ઝડપાયું હેન્ડ સેનિટાઈઝર કૌભાંડ ઝડપાયુ*
બનાસકાંઠાના પાલનપુર ખાતેથી હેન્ડ સેનેટાઈઝરનું કૌભાંડ ઝડપાયુ છે. કોરોના કાળમાં લોકોને ગેરમાર્ગે દોરીને વગર પરવાને બોગસ ધંધો ચલાવતા શખ્સો પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લાલ આંખ કરી છે. પાલનપુરના ગેટ વે પ્લાઝા પાછળ વગર પરવાને અલગ-અલગ બ્રાન્ડ તેમજ ફોર્મ્યુલાવાળા સેનેટાઈઝરનું ઉત્પાદન થતુ હતુ.
**
*સુરત કોલ સેન્ટર પકડાવાનો સિલસિલો યથાવત 13ની ધરપકડ*
સુરત કોલ સેન્ટર પકડવાનો સિલસિલો યથાવત છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે અડાજણ વિસ્તારમાંથી વધુ એક કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે. આરોપીઓ લોકોને શેર બજારમાં રોકાણ કરવાના નામે સ્કીમ આપી ઓનલાઇન ચિટિંગ કરતા હતા. અડાજણ વિસ્તારમાં આવેલા રાજ વર્લ્ડ શોપિંગ સેન્ટરમાં કોલ સેન્ટર ચાલતું હતું. પોલીસે ઓફીસમાંથી 5 મહિલા સહિત કુલ 13 લોકોની ધરપકડ કરી હતી. 35 મોબાઈલ ફોન, 5 લેપટોપ, રાઉટર મળી 4 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
**
*એસટી વિભાગનો નિર્ણય*
હવે એસટી નીગમ દ્વારા પ્રીમીયમ ક્વોલીટીની સેવા ગણાતી વોલ્વો અને એસી બસો ફરી દોડાવામા આવશે. ગત 22 માર્ચમા બંધ કરવામા આવેલી આ બસો 22 ઓગષ્ટથી શરુ થશે. વોલ્વોનો રુટ નહેરુનગર-બરોડા અમદાવાદ-રાજકોટ નહેરુનગર-નવસારી એસી સીટર બસોના રુટ અમદાવાદથી ડીસા અમદાવાદથી ભાવનગર અમદાવાદથી મોરબી ગાંધીનગરથી અમેરેલી
એસી સ્લીપર બસોના રુટ ગાંધીનગરથી દ્વારાકા ગાંધીનગરથી સોમનાથ ગાંધીનગરથી દીવ ગાંધીનગરથી ભુજ ભુજથી વડોદરા ગુજરાત એસ.ટી.નિગમ દ્વારા સમગ્ર રાજ્યમાં 189 વોલ્વો અને AC એસ.ટી. બસો દોડાવવામાં આવતી હતી.
**
*સુરત ભાજપના કોર્પોરેટરનો સ્થાનિકોએ ઉધડો લીધો*
સુરતમાં વરસાદી પાણી ભરાવાના કારણે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ગયેલા ભાજપના કોર્પોરેટરે સ્થાનિક લોકોના રોષનો ભોગ બનવું પડ્યું. ભાજપના કોર્પોરેટર ડો. વાનખેડે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા.
**
*જૂનાગઢમાં ભાજપનો આંતરિક જૂથવાદ ફરી સપાટી પર*
જૂનાગઢમાં પણ ભાજપનો આંતરિક જૂથવાદ સપાટી પર આવ્યો છે. પ્રદેશ પ્રમુખ પાટિલની મુલાકાત બાદ સન્માન સમારોહને લઇને એક પત્ર વાયરલ થયો છે. આ પત્રમાં સિનિયર આગેવાનોની અવગણના કરવામાં આવી હોવાનો ઉલ્લેખ છે. સાથે જ કેટલાક પદાધિકારીઓ અને હોદ્દેદારો સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. જો કે જૂનાગઢના જૂથવાદ અંગે ખુદ પ્રદેશ પ્રમુખ પાટિલે માહિતી મેળવી છે. જેના કારણે જૂનાગઢ ભાજપમાં આગામી દિવસોમાં નવાજૂનીના એંધાણ વર્તાઇ રહ્યા છે.
**
*સુરતમાં ફરી ખાડી પૂર ગોઠણ સુધીના પાણી*
સુરત શહેર જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી ધોધમાર વરસાદના પગલે ખાડીઓ બે કાંઠે થતા કિનારા વિસ્તારમાં ખાડી પૂર આવ્યા હતા. હજુ પણ મીઠી ખાડી કિનારાના વિસ્તારમાં સંપૂર્ણ પાણી ઓસર્યા નથી. ત્યાં ફરી ભેદવાડ ખાડી ઓવરફ્લો થતા પાંડેસરા વિસ્તારમાં ગોઠણ સુધીના પાણી ભરાયા છે.
**
*વિધ્ન…હરો વિધ્નહર્તા*
વિધ્નહર્તા ગણપતિ બાપ્પા લોકોને કોરોનાના વિધ્નમાંથી ઉગારી લે એવી પ્રાર્થના સાથે એક કલાકારે કોરોનાનો નાશ કરતા હોય એવી મુદ્રામાં ગણરાયાની મૂર્તિ કંડારી હતી.
**
*રાજ્યના સરકારે પીયૂસીના દરમાં કર્યો મોટો વધારો*
ટુ વ્હીલરના દર 20માંથી 30 રૂપિયા કરી દીધા છે જ્યારે ફોર વ્હિલરનો દર 50માંથી 80 રૂપિયા કરી દેવાયો છે.ગુજરાતમાં હેલમેટના કાયદા સાથે સાથે પીયુસીનો નિયમ કડક થયો છે. પીયૂસી માટે ગુજરાતમાં કડક અમલ સમયે રીતસરની લાઈનો લાગી હતી. પીયૂસી એ વાહન માટે ફરજિયાત છે. હવે સરકારે પીયૂસીના દરમાં વધારો કરી વાહનચાલકોને મોટો ઝટકો આપ્યો છે.
**
*ગુજરાત ભાજપમાં નવા પ્રદેશ પ્રમુખ પાટીલ સામે જૂથવાદ*
ભાજપ: ગુજરાતમાં ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે સી આર પાટીલની નિમણૂક સાથે કોંગ્રેસ છાપ કલહ શરૂ થઇ ચૂક્યો છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને તેમજ બળુકુ પાટીદાર જૂથ સી આર પાટીલની નિમણૂકથી નારાજ હોવાની સાથે જૂથવાદ ચલાવી રહ્યું હોવાની અટકળો
**
*જીમેલ સેવા ખોરવાઇ: કંપનીએ તપાસ હાથ ધરી*
નવી દિલ્હી: ગૂગલની લોકપ્રિય ઇમેઇલ સર્વિસ ‘જીમેઇલ’ની સેવા વૈશ્ર્વિક સ્તરે ગુરુવાર સવારથી ખોરવાઇ હતી. ભારત સહિતના દેશોમાં જીમેઇલ સેવા બરાબર કામ ન કરતી હોવાની ફરિયાદો આવી હતી.ઘણા લોકોને મેઇલ મોકલવામાં સમસ્યા નડી હતી
**
*પતિ સામે ફરિયાદ બાદ નિવેદન બદલતા પત્નીને 10 હજારનો દંડ*
સુરત ઘરથી ભાગીને પ્રેમલગ્ન કર્યા બાદ યુવતી માત્ર પાંચ જ દિવસ પતિના ઘરે રહ્યા બાદ પિયર આવી ગઈ હતી અને પતિ કંઇ કમાતો ન હોવાનું કહી મહિલા પોલીસમાં ફરિયાદ આપી હતી.તપાસમાં યુવતીએ ત્રણવાર નિવેદન બદલાતા મામલો કોર્ટમાં ગયો હતો જ્યાં નિચલી કોર્ટે મહિલાને દસ હજારનો દંડ કર્યો હતો.
**
*ઓનલાઈન ક્લાસ માટે 27% વિદ્યાર્થી પાસે સ્માર્ટફોન નથી*
નવી દિલ્હી કેન્દ્રીય વિદ્યાલય, નવોદય સહિત સીબીએસઈ સ્કૂલોના 34 હજાર વિદ્યાર્થી, વાલીઓ અને શિક્ષકોએ સરવેમાં ભાગ લીધોઓનલાઈન માધ્યમથી અભ્યાસ કરવા માટે ઓછામાં ઓછા 27 ટકા વિદ્યાર્થીઓ પાસે સ્માર્ટફોન કે લેપટોપ નથી જ્યારે 28 ટકા વિદ્યાર્થીઓ અને વાલીઓ અનુસાર વીજકાપ કે વીજળી ન હોવાથી અભ્યાસ અધૂરો રહી જાય છે.
**
*સુરતમાં જિલ્લા પંચાયતનું નવુ વોર્ડ સીમાંકન તૈયાર*
સુરત જિલ્લાના 27 ગામો અને બે નગરપાલિકાનો સુરત મ્યુનિ.માં સમાવેશ થયા બાદ જિલ્લા કલેકટર દ્વારા પંચાયતની ચાર બેઠકો પર કાપ મુકીને 36 બેઠકોનું નવુ સીમાંકન કરીને રાજય ચૂંટણી પંચમાં મંજુરી માટે મોકલી આપ્યુ છે.
**
*લાજપોર જેલનો કેદી અંડરવેરમાં મોબાઇલ છુપાવી લઇ જતા ઝડપાગયો*
સુરત રીંગરોડ સ્થિત સુરત સીટી ભજીયા વેચાણ કેન્દ્ર પર કામ કરતા લાજપોર મધ્યસ્થ જેલના પાકા કામનો કેદી અંડરવેરમાં સેલોટેપ ચોંટાડી ચાર મોબાઇલ અને પંઢરપુરી ઘુસાડતા રંગેહાથ ઝડપાયો જતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
**
*સુરતમાં ડ્રગ્સ વેચતું દંપતી ઝડપાયું કોડવર્ડ હતું રજની ગંધા*
સુરતમાં એમ.ડી.ડ્રગ્સ વેચાણના સ્વર્ગ સમાન રાંદેરના કોઝવે સર્કલ નજીક રાજુનગરમાં એસ.ઓ.જીએ પતરાના છતવાળા એક મકાનમાં છાપો મારી છૂટક એમડી.ડ્રગ્સ વેચતા દંપતીને 45 હજારની મત્તાના 9 ગ્રામ એમડી.ડ્રગ્સ સાથે ઝડપી લીધા હતા.
**
*જમાદાર રમેશભાઈ બાવરીયા અને કોન્સ્ટેબલ ભીમશીભાઇ ડાંગર સસ્પેન્ડ*
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના મોટી ગોપ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં રાજકોટની આર.આર.સેલ. ની ટુકડીએ જુગાર અંગે દરોડા પાડી સ્થાનિક પોલીસ તંત્રનું નાક કાપ્યું હતું,જેને લઇને જિલ્લા પોલીસ વડાએ લાલ આંખ કરી છે, અને મોટી ગોપ આઉટ પોસ્ટના પોલીસ હેડ કોન્સ્ટેબલ તેમજ કોન્સ્ટેબલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે
*
*ગાંધીનગર સિવિલ સત્તાધિશોની બેદરકારી સામે આવી*
ગાંધીનગ સામાન્ય બિમારી હતી ને કોવિડ વોર્ડમાં દાખલ કરી અંતે બન્નેને મૃત જાહેર કર્યા અને પહેરેલા દાગીના ગાયબ ગાંધીનગર સિવિલ સત્તાધિશોની બેદરકારી અંગે વધુ એક ફરિયાદ ઉઠવા પામી છે. સેક્ટર-૪માં રહેતાં દંપતિને સામાન્ય બિમારી હોવા છતા તેમને કોવિડ વોર્ડમાં દાખલ કરીને અંતે મૃત જાહેર કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ મૃતક દંપતિની પુત્રીએ કર્યો છે.
**
*મહેસાણા દૂધસાગર ડેરીના વાઈસ ચેરમેન પૂર્વ એમડીના જામીન નામંજુર*
મહેસાણાની દૂધસાગર ડેરીના રાજસ્થાનથી ટેન્કરમાં ભરીને આવતા ઘી માં પામ ઓઈલની ભેળસેળ કેસમાં પોલીસ દ્વારા ધરપકડ કરાયેલ ડેરીના વાઈસ ચેરમેન, પૂર્વ એમ.ડી. અને લેબોરેટરી હેડ સેસન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી.
**
*આપઘાત કરનાર પરિણીતાએ બે પાનાની સુસાઈડ નોટ લખી હતી*
સુરત શહેરમાં શહેરના પુણા વિસ્તારમાં ગત 18મીના રોજ દીકરી સાથે પરિણીતાએ આપઘાત કરી લીધો હતો. ત્યારબાદ પિયરવાળાના આક્ષેપો બાદ પોલીસે પતિ સહિત સાસરીયાના પાંચ સભ્યો વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી છે
*