. જીએનએ અમદાવાદ: અમદાવાદના SG હાઈવે સ્થિવ LJ કોલેજમાં વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. 50થી વધુ ફાર્મસીના વિદ્યાર્થીઓએ ફાર્માસીસ્ટના રજિસ્ટ્રેશન લાયસન્સ માટે પડી રહેલી હાલાકીના પગલે LJ કોલેજમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓનું કહેવું છે કે, કોલેજ દ્વારા ફાર્મસીનું લાયસન્સ આપવામાં આવે તો જ તેઓ સિવિલમાંથી લાયસન્સ મેળવી અન્ય કોઈ જગ્યા પર નોકરી કરી શકે છે અથવા મેડિકલ સ્ટોર ખોલી શકે છે. આ ફાર્મસી લાયસન્સ માટે 50 વિદ્યાર્થીઓ છેલ્લા 2 વર્ષ જેટલા સમયથી ધક્કા ખાઈ પરેશાન થઈ રહ્યા છે પરંતુ કોલેજ તરફથી કોઈ રિસ્પોન્સ મળી રહ્યો નથી. વિદ્યાર્થીઓએ ઉમેર્યું કે, કોરોના જેવા સંકટમાં બેરોજગારીનું પ્રમાણ વધુ છે ત્યારે કોલેજ દ્વારા લાયસન્સ ન અપાતા અમે રઝળી પડ્યા છે. માતા-પિતાએ અનેક ખર્ચા કર્યા બાદ અમને ભણાવ્યા છે અને હવે અમે લાયસન્સ વિના કંઈ કરી શકીએ તેમ નથી. ત્યારે અમે મીડિયાના માધ્યમથી અવાજ ઉઠાવી લાયસન્સ ઝડપથી મળે તે માટે રજૂઆત કરીએ છીએ
Related Posts
યુક્રેન -રશિયા યુદ્ધ, એક કાર ઉપર ફાયરિંગ કરાયું જેમાં ન્યુયોર્ક ટાઈમના પત્રકારનું મોત.
યુક્રેન -રશિયા યુદ્ધ, એક કાર ઉપર ફાયરિંગ કરાયું જેમાં ન્યુયોર્ક ટાઈમના પત્રકારનું મોત, એક પત્રકાર ઘાયલ
*તમિલનાડુ: ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ ૯ મહિલાઓના મોત*
નવી દિલ્હી તમિલનાડુના કુડ્ડાલોર જિલ્લામાં એક ફટકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં નવ લોકોના મોત થયા છે.…
ગુજરાતમાં સશસ્ત્ર દળોએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી
અમદાવાદ: દર વર્ષે 8 માર્ચના રોજ ઉજવવામાં આવતા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે, 4 ગુજરાત ગર્લ્સ બટાલિયન NCC, આણંદ દ્વારા એક…