. જીએનએ જામનગર: સહર્ષ સાથે જણાવવાનું કે સ્વ શ્રી લતાબા અને અનિરુદ્ધસિંહ જાડેજા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ” શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ ” નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 51 પોથીનો લક્ષ્ય રાખવામાં આવ્યું છે. અને કોરોના જેવી મહામારીમાં જે કોઈ ના સભ્ય કે સ્વજન દેવગતિ પામ્યા હોય એમની આત્માને સદ ગતિ પ્રાપ્ત થાય એ માટે અને કોરોનામા મૃત્યુ પામ્યા હોય એવા કેટલાય પરિવાર છે જેને મદદની જરૂર છે તેમના માટે આ બીડું ઉપાડ્વામાં આવ્યુ છે કારણ કે એવા ઘણા પરિવાર છે જેમને રાશન પાણી પણ મળતા નથી અને એવા ઘણા બાળકો છે કે જેમને ભણતરને ફી પણ કોઈ ભરી શકે એવું નથી તો આ કાર્ય દ્વારા આપણે જે કંઈ અનુદાન પ્રાપ્ત થશે એનો આ કાર્યમાં ઉપયોગ કરવામાં આવશે જેથી વધારે માં વધારે લોકો આ કાર્ય સાથે જોડાઈ અને આ કાર્યને સફળ બનાવે તે માટે પોતાની ઈચ્છા પ્રમાણે મદદરૂપ થઈ શકે છે. આમાં દરેક સમાજ જોડાઈ શકે છે અને પુણ્ય કમાઈ શકે છે તેવી અપીલ કરવામાં આવી છે. તા 3 ડિસેમ્બરથી કથાનો પ્રારંભ થશે અને 10 તારીખે પુર્ણાહુતી થશે તેવું નયનાબા જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું હતું.
Related Posts
*હિટ એન્ડ રન*
રાજકોના ભાવનગર હાઈવે પર ત્રંબા ગામના પાસે અક્સમાત ખટારાની બ્રેક ફેઈલ થઈ જતા થયો હતો સૂત્રોના જાણવા મુજબ મૃત્યુ પામેલ…
આજથી ST બસ ની તમામ રૂટોની બસો રાબેતા મુજબ શરૂ…
*આજથી ST બસ ની તમામ રૂટોની બસો રાબેતા મુજબ શરૂ…* *કોરોનાના કેસો ઘટતા ST નિગમ દ્વારા લેવાયો નિર્ણય.*
રાજ્યમાં કર્ફ્યું અંગે આવતીકાલે લેવાશે નિર્ણય
બ્રેકિંગ ન્યૂઝ રાજ્યમાં કર્ફ્યું અંગે આવતીકાલે લેવાશે નિર્ણય આવતીકાલે કેબિનેટની બેઠકમાં લેવાઇ શકે છે નિર્ણય CMના અધ્યક્ષતામાં મળી હતી હાઇ…