*જીએનએ અમદાવાદ: આકાશ હોય કે દરિયાઈ પાણી દેશના દુશ્મનોને ધૂળ ચટાડવા કે ડૂબતા વ્યક્તિનો જીવ બચાવવા માટે અત્યાધુનિક ટેકનોલોજી અને હથિયારોથી સજ્જ રહેતું જોવા મળે છે ભારતીય તટ રક્ષક દળ અને તેના હિંમતવાન જાંબાઝ જવાનોનું મનોબળ અને તેમાં સૌથી અગ્રેસર રહે છે તેમના લડાકુ તત્પર રહેતા જહાજો અને વિમાનો..ભારતના દરિયાઈ સીમાની રક્ષા કાજે પાણી અને આકાશ માર્ગે કોઈ પણ ઓપરેશનને અંજામ આપવા માટે ભારતીય તટ રક્ષક દળ સંપૂર્ણ રીતે સજ્જ છે એ પછી દરિયામાં ફેલાતું પ્રદુષણ અટકાવવાનું હોય કે દરિયામાં ફસાતા કે ડૂબતા માછીમારોનો જીવ બચાવવાનો હોય કે દેશ વિરોધી કાર્યને અંજામ આપવાનો ઈરાદો ધરાવતી હોય કોઈ શંકાસ્પદ બોટને ઓળખવાની હોય કે પછી ઘૂસણખોરી કે દાણચોરીને અટકાવવાની હોય ભારતીય તટ રક્ષકના જાંબાઝ જવાનો અને અધિકારીઓ 24 કલાક ખડે પગે તૈયાર રહી અત્યાધુનિક હથિયારો અને ટેકનોલોજી ધરાવતા હેલિકોપટર, વિમાન અને જહાજ દ્વારા સજ્જ બની આ તમામ ઓપરેશનને અંજામ આપવા સતર્ક રહેતા હોય છે જેમાં જાંબાઝ અને લડાયક ગણાતા ડોનીયર વિમાન, એએલએચ હોક હેલીકોપટર ધ્રુવ, સાર્થક અને સહજ જેવા જાંબાઝ જહાજ હવાને માત આપી ઝડપી ગતિએ દોડતા એર ઓવરક્રાફ્ટ જે આ ઓપરેશનને અંજામ આપવા હંમેશા ખડેપગે તૈયાર રહેતા હોય છે અને જે ભારતીય તટ રક્ષક દળની શાન ગણાય છે.દરિયાઇ પાણીમાં કોઈ પણ સમય હોય કે દિવસ કોઈ પણ ઓપરેશનને અંજામ આપવા માટે એક અલાયદી ખાસ ટ્રેનિંગ આ તમામ વિમાન, જહાજ અને હેલિકોપટર માટે તેનું સંચાલન કરતા તટ રક્ષકના ઝાંબાજ જવાનોને ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપવામાં આવે છે જેમાં ઓપરેશન દરમ્યાન હવાની ગતિ થી લઈ વાતાવરણ અને સંકટ અને બચાવ સમયે ઉપયોગમાં લેવાતા પગલાં ઉપરાંત તમામ એજન્સી એ પછી ATS, BSF, POLICE, NAVY હોય સૌ સાથે સંપર્કમાં રહીને તેઓને ખાસ ટ્રેનિંગ તેમજ માર્ગદર્શન આપવામાં આવે છે અને ત્યાર બાદ શરૂ થાય છે તેઓને આપવામાં આવેલ દિલધડક ઓપરેશનનો પ્રારંભ. આવા જ અલગ અલગ ઓપરેશનની ઝીણવટ ભરી માહિતી મળી શકે તે હેતુથી ભારતીય તટ રક્ષક દળ દ્વારા એક ડ્રિલ આયોજિત કરવામાં આવી હતી અને તેના વિશે ખાસ જાણકારી આપવામાં આવી હતી જેમાં દરિયામાં ફસાયેલ વ્યક્તિનો જીવ બચાવવો, દરિયામાં રેલાયેલ પેટ્રોલ કે ડીઝલ વધુ ન ફેલાય અને પ્રદુષણ પર અસર ન થાય તે માટે હેલિકોપટર દ્વારા કેમિકલનો માર કરી તેને વધતા રોકવું તેમજ લાગેલ આગને બુઝાવવી કે અન્ય ઓપરેશનને કઇ રીતે અંજામ આપવામાં આવે છે તેનો ચિતાર જોવા મળ્યો હતો. શિસ્તતા, સતર્કતા, સજ્જતા, સંગઠનના તાલમેળ સાથે આ જવાનો તેમજ અધિકારીઓ પોતાના જીવની પરવા કર્યા વગર માત્ર ને માત્ર વ્યમ રક્ષામઃ એટલે કે તમારી રક્ષા એજ અમારો મુખ્ય ઉદ્દેશ સાથે દેશની સેવા માટે સજ્જ રહેતા હોય છે અને ભારતની દરિયાઈ સીમામાં ઘૂસતા દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા અસામાજિક તત્વો, દાણચોરો કે ઘુસપેઠીયાઓને રોકવામાં સજ્જ બને છે અને દેશને સુરક્ષિત હોવાનો અહેસાસ અપાવે છે જેના ભાગરૂપે આજે ભારત દેશના નાગરિકો પોતાને પૂર્ણ સુરક્ષિત હોવાનો શ્વાસ લઈ ગર્વ અનુભવે છે કારણ કે અમારી સુરક્ષા માટે તત્પર અને સજ્જ છે ભારતીય તટ રક્ષક દળ.
Related Posts
*કોસ્ટ ગાર્ડ કમાન્ડર દ્વારા ભારતીય કોસ્ટ ગાર્ડ પ્રદેશ ઉત્તર પશ્ચિમની મુલાકાત લેવામાં આવી.*
*કોસ્ટ ગાર્ડ કમાન્ડર દ્વારા ભારતીય કોસ્ટ ગાર્ડ પ્રદેશ ઉત્તર પશ્ચિમની મુલાકાત લેવામાં આવી.* ગાંધીનગર, સંજીવ રાજપૂત: એડિશનલ ડાયરેક્ટર જનરલ કે.આર.…
ઈડી વિરુદ્ધ જામનગર કોંગ્રેસના ધરણા આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર જામનગર સંજીવ રાજપૂત ઈડી વિરુદ્ધ જામનગર કોંગ્રેસના ધરણા જામનગર જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિ…
*જામનગરના બલાછડી ખાતે શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા તેજસ્વી તારલાઓને સન્માનિત કરતા રાજ્ય શિક્ષણમંત્રી*
*જામનગરના બલાછડી ખાતે શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા તેજસ્વી તારલાઓને સન્માનિત કરતા રાજ્ય શિક્ષણમંત્રી* જામનગર, સંજીવ રાજપુટ: સૈનિક શાળાના “૬૨માં…