પેટ્રોલિયમ કંપનીઓએ વર્ષના અંતિમ મહિના ડિસેમ્બરના પહેલા દિવસે જ સામાન્ય માણસોને મોંઘવારીનો વધુ એક મોટો ઝાટકો આપ્યો છે. હકીકતે સરકારી તેલ કંપનીઓએ 1 ડિસેમ્બરના રોજ એલપીજી ગેસ સિલિન્ડર્સની કિંમતોમાં વધારો કર્યો છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને 19 કિગ્રા વજનના કોમર્શિયલ ગેસ સિલિન્ડર્સની કિંમત 100 રૂપિયા સુધી વધારી દીધી છે.ઓઈલ કંપનીઓ દ્વારા કરવામાં આવેલા આ ભાવવધારા બાદ દિલ્હીમાં 19 કિગ્રા વજનના કોમર્શિયલ ગેસ સિલિન્ડર્સની કિંમત 100.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર્સ વધી ગઈ છે અને તે 2,101 રૂપિયા થઈ ગઈ છે. જોકે 14.2 કિગ્રા વજનના સબસિડી વગરના રાંધણ ગેસ સિલિન્ડર્સની કિંમતોમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવેલો. દિલ્હી અને મુંબઈમાં 14.2 કિગ્રા વજનના સબસિડી વગરના રાંધણ ગેસ સિલિન્ડરની કિંમત 899.50 રૂપિયા છે. કોલકાતામાં તે 926 રૂપિયા અને ચેન્નાઈમાં 915.50 રૂપિયામાં મળી રહ્યો છે.ઉલ્લેખનીય છે કે, દર મહિનાની પહેલી તારીખે તેલ કંપનીઓ સમીક્ષા બાદ એલપીજી ગેસની કિંમતોમાં ફેરફાર કરે છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની વેબસાઈટ પરથી તમે તમારા શહેરનો એલપીજી સિલિન્ડરનો ભાવ જાણી શકો છો.
Related Posts
*📍બરેલી(ઉ.પ્ર.): ગઈકાલે સવારે ઘરેથી નીકળેલા યુવકનો મૃતદેહ ખેતરમાંથી મળ્યો*
*📍બરેલી(ઉ.પ્ર.): ગઈકાલે સવારે ઘરેથી નીકળેલા યુવકનો મૃતદેહ ખેતરમાંથી મળ્યો* ➡મૃતક નેત્રપાલની અજાણ્યા લોકોએ ગળું દબાવીને હત્યા કરી. ➡પોલીસે મૃતદેહનો કબજો…
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શુક્રવારે કોરોનાની મહામારીને લઈને પ્રજા જોગ સંદેશ .
દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શુક્રવારે કોરોનાની મહામારીને લઈને પ્રજા જોગ સંદેશ જાહેર કર્યો છે. નરેન્દ્ર મોદીએ આ સંદેશમાં…
સબસે બુરા હોતા હૈ સપનો કા મર જાના ! આત્મહત્યા કરતા પહેલા ટીવી અભિનેત્રી પ્રેક્ષા મહેતાએ કરી લાગણીશીલ પોસ્ટ.
TV સિરિયલની લોકપ્રિય અભિનેત્રી પ્રેક્ષા મેહતાએ સોશિયલ મીડિયામાં એક લાગણીસભર પોસ્ટ લખીને કરી આત્મહત્યા કરી લેતાં તેના ચાહકોમાં દુઃખની લાગણી…