ગાંધીધામ: કચ્છના ગાંધીધામમાં સરકારી હોસ્પિટલ(રામબાગ)ગાંધીધામ માં નિતનવી સર્જરી થઈ એક અલગ ઓળખાણ બનાવી રહયુ છે એમાંજહોસ્પિટલની ખ્યાતિમાં નવી સફળતા પ્રાપ્ત થયેલી છે. થોડા સમય પહેલા એક ૪૦ વર્ષનાં પોરબંદર નાં વતની મહીલા દર્દીહોસ્પિટલમાં લાબાં સમયની તકલીફથી સારવાર અર્થે આવેલ જેમાં આશરે ૧૩ વર્ષ પહેલા આતરડાની સર્જરી થઈ હોઈ આંતરડુંબહાર કાઢેલ હતુ.(કોલોસ્ટ્રોમી) ૧૩ વર્ષથી આવી જ રીતે બદલેલ મળમાર્ગ સાથે જીવન ગુજારતુ હતુ અને છેલ્લા આશરે ૩ અને ૪વર્ષ થી પેટની તકલીફોમાં દુખાવો અને સોજા જેવી તકલીફો રહેતી હતી.આ પીડીત મહીલા દર્દી પોરબંદર થી આવી ને હોસ્પિટલનાંઅધિક્ષકશ્રી ડો.અનુજકુમાર શ્રીવાસ્તવ ને મળતા તેમણે હોસ્પિટલ નાં જનરલ સર્જન ડો.કિશન કટુઆ નો સંપર્ક કરાવતા દર્દીની પ્રારંભિકતપાસમાં બે આંતરડાનું ફરી જોડાણ થઈ શકે છે અને અંડાશયના કેન્સરની બહુ જ મોટી ગાંઠ હોવાનું નિદાન આવેલુ જેના સારવાર અર્થેતા.૨૪/૧૧/૨૦૨૧ નાં ડો.કિશન કટુઆ જનરલ સર્જન અને ડો.મીતલ જાની ગાયનેકોલોજીસ્ટ દ્રારા પેટમાંથી અંડાશયના કેન્સરની5 કિલ્લાની મોટી ગાંઠ કાઢી જે આંતરડાનો ભાગ ૧૩ વર્ષથી બહાર હતો અને તે ભાગને ફરી અંદરનાં અંતરાડાથી જોડાણ કરાવવાની(કોલોસ્ટ્રોમી કલોઝર) કપરી સર્જરી ૬ કલાકની મહેનત બાદ પાર પાડતા મહીલા દર્દીને દર્દમાંથી રાહત અપાવવામાં આવેલ છે.આ જટીલ સર્જરીમાં ડો.કિશન કટુઆ જન૨લ સર્જન સાથે સર્જરી સફળ બનાવવામાં હોસ્પિટલનાં અધિક્ષકશ્રી ડો.અનુજ કુમાર શ્રીવાસ્તવ,સ્ટાફનર્સ ભાવના પટેલ અને સ્ટાફનર્સ સુર્યા નિનામા,તથા રામબાગનાં સમગ્ર ઓ.ટી સ્ટાફ દ્રારા જહમત ઉઠાવી હતી.એનેસ્થેટ્રીક તરીકેનીભુમિકા ડો.રાજવીર જાડેજા ભજવી હતી.દર્દી ઓપરેશન બાદ સ્વસ્થ હાલતમાં છે દર્દીને ૧૩ વર્ષની પીડાથી મુકિત મળતા દર્દી અને તેનાપરીવારજનો હોસ્પિટલ અને સ્ટાફ માટે ખુશીની લાગણી અનુભવી
Related Posts
દેશના ટ્રક ડ્રાઇવરોને લઇ પટના HCની મહત્વપૂર્ણ ટિપ્પણીઓ
દેશના ટ્રક ડ્રાઇવરોને લઇ પટના HCની મહત્વપૂર્ણ ટિપ્પણીઓ પટના HCએ ટ્રક ડ્રાઇવરોની દુર્દશા અંગે ચિંતા વ્યક્ત કરી ભારતમાં ટ્રક ડ્રાઇવર…
*સાબરકાંઠા જીલ્લાના વડાલી તાલુકામાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા પર્યાવરણ બાબતે ગ્રામ પંચાયતોને સક્રિય કરવા તાલુકા કક્ષાએ કાર્યક્રમનું આયોજન* . સાબરકાંઠા જિલ્લાના…
⭕ *ગુજરાતમાં નવા 620 પોઝિટિવ કેસ નોંધાયા,20 લોકોનાં મોત ,422 લોકોને ડિસ્ચાર્જ કરાયા*
⭕ *ગુજરાતમાં નવા 620 પોઝિટિવ કેસ નોંધાયા,20 લોકોનાં મોત ,422 લોકોને ડિસ્ચાર્જ કરાયા* ⭕ *24 કલાકમાં સુરત 199,અમદાવાદ 197,વડોદરા 52,વલસાડ…