એસીબી સફળ ટ્રેપ

ફરીયાદી : એક જાગૃત નાગરીક આરોપી : (૧) જયેન્દ્રસિંહ મોહનસિંહ ચૌહાણ, બ.નં.૧૧૮૩૭, અ.પો.કો., વર્ગ-૩, નોકરી-માણેક ચોક પોલીસ ચોકી, ખાડીયા પો.સ્ટે. અમદાવાદ શહેર(૨) સાહીલ સલીમભાઇ મિર્ઝા, બ.નં.-૧૧૩૬૧૨, હોમગાર્ડ, નોકરી-માણેક ચોક પોલીસ ચોકી, ખાડીયા પો.સ્ટે. અમદાવાદ શહેર ગુનો બન્યા તારીખ : તા.૨૯.૧૧.૨૦૨૧ગુનાનું સ્થળ : માણેક ચોક પોલીસ ચોકી, ખાડીયા પો.સ્ટે. અમદાવાદ શહેરલાંચની માંગણીની રકમ : રૂા.૫૧૦૦/- લાંચની સ્વીકારેલ રકમ : રૂા.૫૧૦૦/- લાંચની રીકવર રકમ : રૂા.૫૧૦૦/-ગુનાની ટુંક વિગત : આ કામે ફરીયાદીએ ખાડીયા પોલીસ સ્ટેશન અરજી આપેલ હતી તે અરજીની તપાસ ખાડીયા પોલીસ સ્ટેશનની માણેક ચોક પોલીસ ચોકીમાં સોંપેલ હતી તેમજ માણેક ચોક પોલીસ ચોકીના રાઇટર પોલીસ કોન્સ્ટેબલ આરોપી નંબર (૧) નાએ અરજીના કામે અરજદારનું નિવેદન લખી જણાવેલ કે, આ અરજીની તપાસ કરવા સારૂં નાનો મોટો વ્યવહાર કરવો પડશે ત્યારબાદ તા.૨૬.૧૧.૨૦૨૧ ના રોજ ફરીયાદી આરોપી નંબર (૧) ને મળેલ ત્યારે તેણે રૂા.૫૧૦૦/- આપી જવાનું કે પહોંચાડી દેવાનું જણાવેલ હતું. જે નાણાં ફરિયાદી આપવા માંગતા ના હોય ફરિયાદીએ એસીબી માં ફરીયાદ કરતા એસીબીએ ગોઠવેલ લાંચના છટકામાં આરોપી ફરીયાદી પાસેથી રૂ.૫૧૦૦/- ની લાંચની માંગણીની રકમ પોલીસ ચોકીમાં સ્વીકારી તેના સહકર્મચારી હોમગાર્ડ આરોપી નંબર (૨) ને લાંચની રકમ આપી દઇ એકબીજાની મદદગારી કરેલ હોય બંને આરોપીઓને એસીબીએ ડીટેઇન કરેલ છે. ટ્રેપીંગ અધિકારી : શ્રી સી. યુ. પરેવા, પોલીસ ઇન્સ્પેક્ટર, મદદમાં શ્રી કે. પી. તરેટીયા, પોલીસ ઇન્સ્પેક્ટર, બંને અમદાવાદ શહેર એસીબી પો.સ્ટે. અમદાવાદ સુપરવિઝન અધિકારી :શ્રી કે.બી. ચુડાસમા, મદદનીશ નિયામક, એસીબી અમદાવાદ એકમ, અમદાવાદ.