ખંભાતમાં રવિવારના દિવસ પહેલા બે જૂથ વચ્ચે થયેલી અથડામણના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. મકાનો અને વાહનોને આગચંપીની ઘટનાના ત્રીજા દિવસે પણ અજંપાભરી સ્થિતિ છે.. રાજ્ય સરકારે પરિસ્થિતિને જોતા અશાંત ધારો લાગુ કર્યો છે. સમગ્ર ખંભાત પોલીસ છાવણીમાં ફેરવાયું છે. આજે હિંદુ સમાજે બંધનું એલાન આપ્યું હતું. તે દરમિયાન પણ કેટલાક વિસ્તારોમાં પત્થરમારાની ઘટના બની હતી. પોલીસનો મોટો કાફલો ખડકી દેવાયો છે.ખંભાતની સ્થિતી અંગે સીએમનું નિવેદન ખંભાતમાં જેવી ઘટનામાં કડક હાથે કામ લેવાશે રાજય સરકાર આવી કોઇ ઘટનાને સાંખી લેશે નહીં
ગૃહવિભાગ અને પોલીસ તંત્રને જરૂરી સૂચનો અપાયા