સદીનું સૌથી મોટું ચંદ્ર ગ્રહણ 580 વર્ષ બાદ જોવા મળી રહ્યું છે.

સદીનું સૌથી મોટું ચંદ્ર ગ્રહણ એટલે કે 19 નવેમ્બરના વર્ષ 2021 નું છેલ્લું ચંદ્ર ગ્રહણ જોવા મળશે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર ગ્રહણનો સમયગાળો લગભગ 6 કલાકનો હશે. આ સદીનું સૌથી મોટું ચંદ્ર ગ્રહણ પણ કહેવામાં આવી રહ્યું છે. આ ચંદ્ર ગ્રહણની ખાસ વાત એ છે કે, આ પ્રકારનું ચંદ્ર ગ્રહણ 580 વર્ષ બાદ જોવા મળી રહ્યું છે. આ આંશિક ચંદ્ર ગ્રહણ હશે, જે ભારતના ઉત્તર પૂર્વ વિસ્તારમાં જોવા મળશે. આ ગ્રહણ કારતક માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ થવાનું છે, જેને કારતક પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સાથે આ દિવસે કારતક માસની પૂર્ણાહુતિ થઈ રહી છે.ગ્રહણ આજે સવારે 11:34 વાગ્યાથી શરૂ થશે અને સાંજે 5:33 વાગ્યા સુધી ચાલશે. ગ્રહણનો કુલ સમયગાળો 5 કલાક 59 મિનિટનો રહેશે. આ ચંદ્રગ્રહણ નરી આંખે જોઈ શકાતું નથી. જો કોઈ વ્યક્તિ આ ગ્રહણ જોવા માંગે છે તો તેને ખાસ સાધનોની જરૂર પડશે.