હળવદ શહેરમાં આવેલ બસસ્ટેશન બહારની કેબીનમા અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઇ .

હળવદ બસ સ્ટેશન નજીક કેબિનમાં આગ ભભૂકી ઉઠી

હળવદ શહેરમાં આવેલ બસસ્ટેશન બહારની કેબીનમા અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઇ હતી. અગમ્ય કારણોસર ભભૂકી ઉઠેલી આગને પગલે લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા અને કેબીન સહિતની સામગ્રી આગમાં ખાક થઈ ગઈ હતી.જોત જોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લેતા ધુમાડાના ગોટે ગોટાના દ્રશ્યો સર્જાયા હતા.

આગની ઘટના અંગે હળવદ પાલિકાના ફાયર સ્ટાફને જાણ કરતા ફાયરફાઈટર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને અવિરત પાણીનો મારો ચલાવી મહા મહેનતે આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગનું કારણ હજુ પણ અકબંધ રહ્યું છે. જો કે સદનશીબે આગની દુર્ઘટનામાં કોઈ જાન હાનિ થઈ ન હોવાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.