અમદાવાદ સીવીલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ સહિત તમામ મેડિકલ ફેટરનીટી દ્વારા સ્વયંને સમર્પિત કરવા માટે “રાષ્ટ્રીય એકતા દિવસ”ના શપથ લીધા

જીએનએ અમદાવાદ : સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ- ૩૧ ઓકટોબરના દિવસને દર વર્ષે “રાષ્ટ્રીય એકતા દિવસ”તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણીના ભાગરૂપે અમદાવાદ સીવીલ હોસ્પિટલ ના સુપ્રિટેન્ડેન્ટ સહિત તમામ મેડિકલ ફેટરનીટી દ્વારા હોસ્પિટલમાં રાષ્ટ્રની એકતા, અખંડીતા અને સુરક્ષા જાળવી રાખવા માટે સ્વયંને સમર્પિત કરવા માટે “રાષ્ટ્રીય એકતા દિવસ”ના શપથ લીધા હતા.
રાષ્ટ્રીય એકતા દિવસે તાપીના કર્મયોગીઓએ જે શપથ ગ્રહણ કર્યા છે, તે અક્ષરશઃ આ મુજબ છે. ‘હું સત્યનિષ્ઠા સાથે શપથ લઉં છું કે હું રાષ્ટ્રની એકતા, અખંડતા, અને સુરક્ષા જાળવી રાખવા માટે સ્વયંને સમર્પિત કરીશ, અને મારા દેશવાસીઓમા પણ આ સંદેશ ફેલાવવાનો પૂરો પ્રયત્ન કરીશ. હું આ શપથ મારા દેશની એકતાની ભાવનાથી લઈ રહ્યો છુ. જે સરદાર વલ્લભભાઈ પટેલની દૂરંદેશી, અને કાર્યો થકી સંભવ બની છે. હું મારા દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મારું પોતાનું યોગદાન આપવા માટે પણ સત્યનિષ્ઠા સાથે શપથ લઉં છુ.’