સમાચાર

✒️ સંજીવ કુમાર રાજપૂત

GNA દિલ્હી આજે પીએમ મોદીની અધ્યક્ષતામાં મળશે કેન્દ્રીય કેબિનેટની બેઠક.

GNA ગાંધીનગર 9 નવેમ્બરે રાષ્ટ્રપતિના હસ્તે ગુજરાતી ફિલ્મના કલાકારો સ્વ.નરેશ-મહેશ કનોડિયાને મરણોપરાંત પદ્મશ્રી કરાશે એનાયત.

GNA ગાંધીનગર પોલીસના સમર્થનમાં આવી કરણીસેના. આજે 11 વાગે રાજ્ય ગૃહમંત્રીને કરવામાં આવશે રજુઆત. સમગ્ર ગુજરાતના કરણી સેનાના કાર્યકર્તાઓ આવશે ગાંધીનગર: સૂત્ર.

GNA ગાંધીનગર બદલીઓનો દૌર: 21 નાયબ સચિવ, 10 ઉપ સચિવની બદલીઓ કરવામાં આવી.

GNA ગાંધીનગર યોગ્ય બેઠક કરી પોલીસ ગ્રેડ પે મુદ્દે વાતચીત કરવામાં આવશે અને નિરાકરણ પણ લાવવામાં આવશે: હર્ષ સંઘવી. રાજ્ય ગૃહમંત્રી.

GNA અમદાવાદ પોલીસ પે ગ્રેડ મામલો. મોડી રાત્રે કર્મી હાર્દિક પંડ્યાનો છુટકારો. મોડી રાત્રે શારદાબેન હોસ્પિટલ ખાતે ફરજ પર થયા હાજર. વર્તમાન સરકારને સેલ્યુટ કરું છું. પગાર વધારા માટે વિરોધ બીજો કોઈ વિરોધ નથી.

GNA અમદાવાદ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દિલ્હીના પ્રવાસે. સોનિયા ગાંધી સાથે બેઠકમાં રહેશે ઉપસ્થિત.

GNA અમદાવાદ પબ્લિક ટ્રાન્સપોર્ટ, જાહેર જગ્યા પર ક્રાઇમ બ્રાન્ચની 8 ટીમો કરશે સરપ્રાઈઝ ચેકીંગ.

GNA અમદાવાદ ગુજરાત ATS દ્વારા પાકિસ્તાન માટે જાસૂસી કરતા BSFના જવાનની કરાઈ ધરપકડ.

GNA અમદાવાદ નરોડા એસપી રિંગ રોડ ખાતે અજાણ્યા ઇસમની લાશ મળી. જાણકાર વાલીવારસને નરોડા પોલીસનો સંપર્ક કરવો.

GNA અમદાવાદ બાજ નજર: તહેવારોમાં લાંચિયા બાબુઓ પર એન્ટી કરપશન બ્યુરો (ACB) રાખશે નજર.

GNA અમદાવાદ આઈપીએલ 2022 માં મોટેરા ખાતે રમશે અમદાવાદની ટીમ. અમદાવાદ અને લખનૌ 2 નવી ટીમ ઉતરશે.

GNA સુરત આજે સર્કિટ હૉઉસ અઠવા લાઇન્સ ખાતે રોડ સેફટી પર સેમિનારનું આયોજન. મંત્રી પુરનેશ મોદી રહેશે ઉપસ્થિત.

GNA રાજકોટ એક અઠવાડિયામાં નોંધાયા ડેન્ગ્યુના 50 કેસ.

GNA દ્વારકા ભાણવડ પાલિકામાં કોંગ્રેસની સત્તા. જિજ્ઞાબેન જોશી બન્યા પ્રમુખ.

GNA કચ્છ માતાના મઢ પાસે મળ્યું જેરોસાઈટ ખનીજ.