જીંદગી સિતાફળ જેવી છે, હજી માંડ ક્રીમ ની મજા લઈએ ત્યાં ઠળિયો આવી જાયછે.બહુ જ સુંદર લખાણ છે ગમશે.

બહુ જ સુંદર લખાણ છે
ગમશે
જીંદગી સિતાફળ જેવી છે,
હજી માંડ ક્રીમ ની મજા લઈએ ત્યાં ઠળિયો આવી જાયછે.

વિશ્વાસ સ્ટીકર જેવો હોય છે.
બીજી વખત પહેલાં જેવો નથી ચોટતો.

લાગણી નુ તો છે ઘાસ જેવુ,
ઉગી આવે જ્યા મળે ભીનાશ જેવુ..

વળાંક આવે તો વળવું પડે
એને રસ્તો બદલ્યોના કહેવાય..

મુઠ્ઠીભર નું હૈયુ
ને ખોબાભરનું પેટ,
મુદ્દા તો બેજ
તોય કેટકેટલી વેઠ..!!

કોઈકે પૂછ્યું,
“તમે આટલા બધા ખુશ
કેવી રીતે રહી શકો છો?”
મેં કહ્યું
કેટલાક નું સાંભળી લઉ છું,
કેટલાક ને સંભાળી લઉ છું.

કડવું બોલનાર નું “મધ” વેચાતું નથી
ને..
મીઠું બોલનાર ના “મરચાં” વેચાઈ જાય છે..

શિયાળામાં લોહી વહેતું રાખે એ માટે એક તાપણું જોઈએ,
અને
લાગણી વહેતી રાખે એ માટે એક આપણું જોઈએ.

જેને ગમ્યો એમણે ધૂપ કહી દીધો મને,
ના ગમ્યો જેને ધુમાડો કહી ગયા મને!

કોઇકની ખામી શોધવા વાળા માખી જેવા હોય છે સાહેબ..
જે આખું સુંદર શરીર છોડીને ઘાવ ઉપર બેસતા હોય છે..

મારી સાથે બેસીને…
સમય પણ રડ્યો એક દિવસ
બોલ્યો તું મસ્ત વ્યક્તિ છે..
હું જ ખરાબ ચાલી રહ્યો છુ..

શું વેંચીને તને ખરીદુ,
” જિંદગી”
મારુ તો બધુજ ગીરવી પડ્યું છે,
જવાબદારી ના બજારમાં..

રોજ સાંજે… સુરજ નહિ..
પણ..
આ અણમોલ જિંદગી . .
ઢળતી જાય છે..

ફિક્કા ચેહરાઓની,
ડોક્ટરે લોહી ની તપાસ કરાવી ..
રિપોર્ટ માં આવ્યું,
સંબંધો ની ઉણપ છે ..

મગજ કયારેય સીધું ચાલતું નથી,
અને હ્રદય ને આડુ ચાલતા આવડતું નથી,
સરવાળે,,,,,
મગજ વાળા, હ્રદય વાળા ની ભરપૂર મઝા લે છે.

❛જે માંગો એ મળી જાય એ શક્ય નથી,
જિંદગી છે આ બાપા નું ઘર નથી..

જીંદગી ના છેલ્લા દિવસે પણ મોજ થઈ શકે,
પણ ખબર ના પડવી જોઈએ કે આજ છેલ્લો દિવસ છે…

ખબર છે કે મારૂં કશું પણ નથી
છતાં છોડવાનું ગજું પણ નથી!
🌺જય સતી માં🌺