જામનગર ખાતે અસહય મોંઘવારીના ના વિરોધમાં શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સૂત્રોચ્ચાર અને ધારણા પ્રદર્શન કરી રાવણના પૂતળાનું દહન કરાયું.

જીએનએ જામનગર: જામનગર શહેર/જિલ્લા કૉંગસ સમિતિ ના દ્વારા ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિ ના આદરણીય પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા ની સૂચના અનુસાર જામનગર લાલ બંગલા સર્કલ ખાતે વધતી જતી અસહય મોંઘવારીના ના વિરોધ માં સૂત્રોચ્ચાર/ધારણા પ્રદર્શન કરી મોંઘવારી ના રાક્ષસ ના પૂતળા દહન કરી, વિજયાદશમી ના દિવસે મોંઘવારી ના રાક્ષસ ને સતત પ્રોત્સાહન આપતી આ ભાજપ સરકાર ને કુંભકર્ણ ની નિંદ્રા માં થી જગાડવા ના કાર્યક્રમ નું આયોજન કરવા માં આવ્યું હતું
આ કાર્યક્રમ માં જિલ્લા કૉંગ્રેસના પ્રમુખ શ્રી જીવણભાઈ કુંભરવાડિય, શહેર કૉંગ્રેસ સમિતિ ના પ્રમુખ દિગુભા જાડેજા, ગુજરાત કિસાન કૉંગ્રેસ ના વાઇસ ચેરમેન કર્ણદેવસિંહ જાડેજા, શહેર મહિલા મંત્રી રંજનબેન ગજેરા, પ્રદેશ મહિલા મંત્રી સારાબેન મકવાણા, કોર્પોરેટર શ્રી ધવલભાઈ નંદા, કાસમભાઈ જોખિયા, જેનબબેન ખફી, નૂરમામાંદ પાલેજા, પી.આર જાડેજા, જે.બી.અંબલિયા, પાર્થ પટેલ, ઓ.બી.સી ના સુભાષભાઈ ગુજરાતી, ભરતભાઈ વારા, મીડિયા સેલના જીગરભાઈ રાવલ, ચિરાગભાઈ જીંજુવાડિયા, નર્મદાબેન, યાસમીનબેન, તેજસ ડોઢિયા, રમેશભાઈ પરમાર, ધીરેનભાઈ નંદા, હરેશભાઇ પરમાર, હુસેનભાઈ મુરીમાં, રાહુલભાઈ, હાર્દિક જોશી તથા પ્રવીણભાઈ જેઠવા અને શહેર/જિલ્લા કૉંગ્રેસ સમિતિ ના કાર્યકરો, હોદેદારો અને આગેવાનો હાજર રહ્યા હતા.