નવરાત્રિ એક સ્ત્રીના જીવનની નવ અવસ્થા છે.

નવરાત્રિ એક સ્ત્રીના જીવનની નવ અવસ્થા છે.

  1. શૈલપુત્રી = પુત્રી તરીકે જન્મનાર
  2. બ્રહ્મચારિણી = બ્રહ્મચર્યનું પાલન કરતી બાલિકા
  3. ચંદ્રઘટા = ચંદ્રકળાની જેમ માસિક ધર્મ પાળતી યુવતી
  4. કુષ્માંડા = કુષ્માંડ (ગર્ભ) ધારણ કરતી ગર્ભવતી
  5. સ્કંદમાતા = સ્કંદ (કાર્તિકેયનું એક નામ, ઠેકડો મારનાર) ની મા સ્વરૂપે માતૃત્વ નિભાવનાર
  6. કાત્યાયની = સદા પરિવાર માટે કાંઈક ને કંઈક ઇચ્છતી રહેનાર ગૃહિણી (કાતિ એટલે ઇચ્છુક, આયની એટલે રહેનાર…)
  7. કાલરાત્રિ = કાળનો માર ખાઈને જીવનની રાત્રી સમાન વૃદ્ધાવસ્થામાં જીવતી સ્ત્રી
  8. મહાગૌરી = મરણપથારીએ શ્વેત કફન ઓઢી પરમધામમાં સદ્દગતિની પ્રાપ્ત થયેલી ગૌરી
  9. સિદ્ધિ દાત્રી = મોક્ષ/ મુક્તિ / સિદ્ધિને પ્રાપ્ત કરી ચૂકેલી સૌનું કલ્યાણ કરનારી પરમાત્મા

આથી તમે નવરાત્રિમાં નવ માતાજીની પૂજાની સાથે સાથે સમાજમાં રહેલી દરેક સ્ત્રીને એક બહેન, એક દીકરી કે એક માતા સ્વરુપે માનીને એની તરફ આદર અને સત્કારની ભાવના કેળવો એ જ સાચા અર્થમાં નવદુર્ગાની ઉપાસના છે…

  • રૂપાવટીયા મયુર 🙏🏻☘️ 💐શુભ નવરાત્રી💐☘️🙏🏻