ભાવનગર ના ગોહિલ પિનાકીન અમિતાભ બચ્ચન બીગબી ના ૭૯ માં જન્મદિવસ ની ઉજવણી કરી છે.

અમિતાભ બચ્ચન બીગબી ના ૭૯ માં જન્મદિવસ ની ઉજવણી ભાવનગર ના ગોહિલ પિનાકીન કરી રહ્યા છે.તેમાં કોરોના મહામારીના સમય ને ધ્યાનમાં રાખી ખુબજ સાદગી પુર્વક ઉજવણી કરી . તેમાં જય ભાવનગર બેટી બચાઓ અભીયાન અંતર્ગત ૨૫ દીકરીઓને થેલેસેમિયા ના દર્દી છે તેમણે સ્કુલ બેગ કીટ અને ૭૯ માસ્કનું વિતરણ મહાનુભાવો ના હાથે કરશે . આપણાં બધા માટે ખુશીની લહેર એ છે કે તારીખ ૧૧/૧૦/૨૦૨૧ ના રોજ સોની ટીવી ચેનલમાં કેબીસી ના એપિસોડ માં ઓડિયન્સ માં ભાવનગર ના બીગબી ગોહિલ પિનાકીન અમિતાભ બચ્ચનને તેમના ૭૯ માં જન્મદિવસમાં પહેલી વખત જોવા મળશે અને આ વાતથી સમગ્ર ગુજરાત અને ભારત માટે ગર્વની વાત છે . ગોહિલ પિનાકીન છેલ્લા ૧૧ વર્ષથી જન્મદિવસ ની ઉજવણી કરે છે . જેઓ પોતે વ્યવસાયે લેડીસ ટેઇલરનું કામકાજ કરે છે . અને સાથે લગ્ન પ્રસંગે , જન્મ દિવસ , ગણેશ મહોત્સવ જેવા પ્રસંગોમાં ડાન્સ પ્રોગ્રામ કરી તેમાંથી જે આવક થાય તેનો ઉપયોગ કરી અને બીગબી ના સ્ટેચ્યુંના ૫૦ જેટલા ડ્રેસ કોડ બનાવેલ છે . ટે પહેરી અને ડાન્સ પ્રોગ્રામ પણ કરે છે . ભાવનગરના જુનિયર બચ્ચન ગોહિલ પિનાકીનને મુખ્યમંત્રી આવાસ યોજનામાં ફ્લેટ ફાળવવામાં આવેલ જ્યાં તેઓ એ અમિતાભ બચ્ચનનું મ્યુઝિયમ બનાવી અને તેમણે મ્યુઝિયમ ૨૦૨૩ માં ખુલ્લુ મુખવામાં આવશે તેમ બીગબી સાથે તેમનું જલ્સા બંગલા પર બીગબી ના નિવાસ સ્થાને રૂબરૂ વાતચીત થયેલ અને સાંત્વના આપી ખુશ કરેલ .