ચાલુ ગત વર્ષ કરતા ધોરણ 10 – 12 ની બોર્ડની પરીક્ષામાં કુલ 603 વિદ્યાર્થીઓ વધ્યા.

ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે ધોરણ 10માં 867 વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો.
જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 923 વિદ્યાર્થીઓ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 543 મળી કુલ 1466 વિદ્યાર્થીઓની સંખ્યા વધી.
આવતા વર્ષ ધોરણ 11માં અને બે વર્ષ પછી ધોરણ-12માં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટશે.

આગામી પાંચ મી માર્ચથી શરૂ થનારી ધોરણ 10 – 12 ની બોર્ડની પરીક્ષામાં કુલ 603 વિદ્યાર્થીઓ વધારો નોંધાયો છે જેમાં ચાલુ વર્ષે નર્મદા જિલ્લામાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષામાં 23 કેન્દ્રો ખાતે કુલ 18360 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જ્યારે ગત વર્ષે ધોરણ 10માં 15 પરીક્ષા કેન્દ્રો ખાતે 29 પરીક્ષા બિલ્ડિંગોમાં 395 બ્લોક માં કુલ 11817 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, આમ કુલ 603 વિદ્યાર્થીઓ નો વધારો નોંધાયો છે.
પણ આ વર્ષે ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે ધોરણ 10માં 867 વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. બંને વર્ષના આંકડા જોતા આ વર્ષે ધોરણ 10માં જિલ્લામાં ૧૫ પરીક્ષા કેન્દ્રો ખાતે 10950 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જ્યારે ગત વર્ષે ધોરણ 10માં જિલ્લામાં 15 પરીક્ષા કેન્દ્રો ખાતે 29 પરીક્ષા બિલ્ડિંગોમાં 395 બ્લોક 11817 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી એ જોતા કુલ 867 વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.
જ્યારે ચાલુ વર્ષે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 923 વિદ્યાર્થીઓ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 543 મળી કુલ 1466 વિદ્યાર્થીઓનો વધારો નોંધાયો છે. બંને વર્ષના આંકડા જોતા જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 6 પરીક્ષા કેન્દ્રો ખાતે 5340 વિદ્યાર્થીઓ બેઠા છે જ્યારે ગત વર્ષે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 6 પરીક્ષા કેન્દ્રમાં 11 બિલ્ડિંગમાં 147 બ્લોક ખાતે 4417 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં ગત વર્ષે પણ કરતા 923 વિદ્યાર્થીઓનો વધારો નોંધાયો છે.
જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 543 વિદ્યાર્થીઓ વધ્યાં છે. આ વર્ષે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં જિલ્લામાં બે પરીક્ષા કેન્દ્રો ખાતે પાંચ બિલ્ડિંગોના 69 બ્લોકમાં 2070 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જ્યારે ગત વર્ષે 75 બ્લોક 1523 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી, જેમાં કુલ 543 વિદ્યાર્થીઓ નો વધારો નોંધાયો છે.
આ ફેરફારને કારણે નર્મદા જિલ્લામાં આગામી વર્ષથી ધોરણ 11 અને 12ની સંખ્યામાં ઘટાડો થશે ચાલુ વર્ષે ધોરણ 10માં ગત વર્ષ કરતાં 867 વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે જેની સીધી અસર આવતા વર્ષે 2021 માં ધોરણ 11ની અને 2022માં ધોરણ 12 ની સંખ્યા પર પડશે, આમ આગામી વર્ષોમાં ધોરણ 11 અને 12ની સંખ્યામાં ઘટાડો થાય તેની અસર કોલેજમાં પણ પડશે એ નક્કી છે.