ગ્રામ પંચાયતોમાં વિકાસના કામો અંગે ટીડીઓની મુલાકાત લઇ ચર્ચા હાથ ધરાઈ.
તા-24/2/20 ના રોજ સાગબારા સરકૅિટ હાઉસ ખાતે સરપંચ પરિષદ ગુજરાતના નમૅદા ઝોન પ્રમુખ નિરંજનભાઈ વસાવાના અધ્યક્ક્ષ સ્થાને સાગબારા તાલુકાના સરપંચઓની મીટીંગ યોજાઈ હતી.જેમા ગ્રામ પંચાયતોમાં વિકાસના કામો બાબતે તેમજ સાગબારા તાલુકા પંચાયતમાં વિકાસના કામો બાબતે ટી.ડી.ઓ જોડે ગ્રામપંચાયતોમાં પડતી મુશકેલીયો બાબતે ચચૉ કરવામાં આવી.જેમા તિલકવાડા પ્રમુખ અરૂણભાઈ તડવી, નમૅદા ઝોન મહામંત્રી પ્રદયુમનભાઈ વસાવા. તેમજ સાગબારા તાલુકાના તમામ સરપંચઓ હાજર રહ્યા હતા.