એક એવી સત્ય ઘટના કે જે કોઇને કહેવામાં આવતી નથી!!
અકબર દર વર્ષે દિલ્હીમાં નૌરોઝ મેળો યોજતો હતો, જેમાં પુરુષોને પ્રવેશ નિષેધ હતો…!
આ મેળામાં સ્ત્રીઓની વેશભૂષામાં અકબર જાતો હતો અને જે સ્ત્રી એને ગમી જાતી (એનામાં મોહી પડતો હતો) એને એની દાસીઓ છળકપટથી અકબર સન્મુખ લઈ જાતી હતી…!
એક દિવસ નૌરોઝના મેળામાં મહારાણા પ્રતાપની ભત્રીજી, અનુજ શક્તિસિંહની દીકરી મેળાની સજાવટ જોવા આવી. એનું નામ બાઇસા કિરણદેવી હતું અને એ બિકાનેરના પૃથ્વીરાજજી સાથે પરણી હતી. બાઇસા કિરણદેવીનાં રૂપ અને સૌંદર્ય જોતાં જ અકબર એનામાં એવો તો મોહી પડ્યો કે પોતાની જાત ઉપર કાબૂ ન રાખી શક્યો. એણે કશું જ લાંબું-ટૂંકું વિચાર્યા વગર જ દાસીઓ મારફતે ઝનાના મહેલમાં બોલાવી લીધી..!
એ પછી બાઇસા કિરણદેવીને અકબરે સ્પર્શ કરવા પ્રયાસ કર્યો, પણ બાઇસા કિરણદેવી એની દાનત પામી ગઈ … કિરણદેવીએ એક પળનોયે વિલંબ કર્યા વગર જ પોતાની કેડ પર રાખેલ મ્યાનમાંથી તલવાર એક જ ઝાટકે બહાર ખેંચી કાઢી અને અકબરને જોરદાર લાત મારીને ભોં ભેગો કરી દીધો; એની છાતી ઉપર પગ દઈને તલવાર અકબરની ગરદન પર રાખી દીધી…!!
અને કહ્યું,… નીચ…., …નરાધમ, તને ખબર નથી કે હું એ મહારાણા પ્રતાપની ભત્રીજી છું, કે… જેનાં નામ માત્રથી તારી ઊંઘ હરામ થઈ જાય છે…..!! બોલ, તારી અંતીમ ઇચ્છા શું છે..???
અકબરનું લોહી સૂકાઈ ગયું…!
કદાપિ વિચાર્યું ય નહોતું કે કહેવાતો સમ્રાટ અકબર બાઇસા કિરણદેવી નામની સ્ત્રીનાં ચરણોમાં ધૂળ ચાટતો થઈ જાશે..!!!!!
અકબર બોલ્યો : હું ઓળખવામાં માર ખાઈ ગયો છું…; દેવી, મને માફ કરી દો..!
ત્યારે બાઇસા કિરણદેવીએ કહ્યું : આજ પછી કોઇ દિવસ દિલ્હીમાં નૌરોઝ મેળો ભરવાનો નથી…!!
અને તું કોઇ દિ’ કોઇ સ્ત્રીને હેરાન પરેશાન કરતો નહીં…!
અકબરે બે હાથ જોડીને વચન આપ્યું કે આજ પછી કોઇ દિવસ નૌરોઝ મેળો નહીં ભરું!!!
તે દિવસથી કાયમ માટે દિલ્હીમાં નૌરોઝ મેળો ભરાતો બંધ થઈ ગયો!
ગિરધર આસિયા રચિત सगत रासो માં ૬૩૨માં પાનાં પર આ ઘટનાનું વર્ણન થયેલું છે.
બિકાનેર સંગ્રહાલયમાં લગાવેલાં એક ચિત્ર સાથે લખેલ દોહામાં આ ઘટના કહેવાઈ છે…
“किरण सिंहणी सी चढ़ी, उर पर खींच कटार..!
भीख मांगता प्राण की, अकबर हाथ पसार….!!”
ભોં ભેગા કરેલા અકબરની છાતી ઉપર પગ રાખીને ઊભેલી વીરાંગના કિરણદેવીનું એ ચિત્ર આજે જયપુરનાં સંગ્રહાલયમાં સચવાયેલું જોવા મળે છે.
આપણા આવા ગૌરવવંતા ઇતિહાસનાં પૃષ્ઠો પર સૂવર્ણાક્ષરે આલેખાયેલી ખમીરવંતી વીરાંગનાઓની, ખુમારી ભરી યશગાથાનો વ્યાપક/બહોળો પ્રચાર-પ્રસાર કરો અને ધર્મનાં રક્ષણ કાજે આવી વાર્તાઓ સહુને સંભળાવો.
કોટી કોટી વંદન એ ક્ષત્રિયણીને.👏👏👏