પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મ જયંતીએ તેમની પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કરતા રાજ્યના મુખ્યમંત્રીશ્રી

પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મ જયંતીએ તેમની પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કરતા રાજ્યના મુખ્યમંત્રીશ્રી

અમદાવાદ: એકાત્મ માનવ વાદના પ્રણેતા પંડિત દીનદયાળજીની જન્મ જયંતિએ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે ભાવસભર અંજલિ આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદમાં મણિનગર ખાતે પંડિત દિનદયાળજીની પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

આ અવસરે અમદાવાદના મેયર શ્રી કિરીટભાઈ પરમાર મણિનગરના ધારાસભ્ય શ્રી સુરેશભાઈ પટેલ અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન શ્રી હિતેશ બારોટ, શહેર ભાજપ પ્રમુખ શ્રી અમિતભાઇ શાહ મ્યુનીસીપલ કાઉન્સિલરો અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા