આજના મુખ્ય સમાચાર

*સુરતમાં 5743 ને દારૂની પરમિટ અપાઈ*
*જિલ્લો ઇશ્યુ થયેલી પરમિટ આવક*
અમદાવાદ 9226 6,34,19,850 ગાંધીનગર 957 71,64,500
સુરત 5743 2,59,86000 તાપી 27 1,78,600 ભરૂચ 925 77,83,500 વડોદરા 3049 2,23,70,500 ભાવનગર 739 18,03,000 નવસારી 113 6,52,600
રાજકોટ 2836 1,69,55,100 વલસાડ 169 4,95,000 ડાંગ 2 9,000
નડિયાદ 295 21,46,100 આણંદ 912 64,71,350 નર્મદા 39 1,65,00
ગોધરા 124 7,39,000 સાબરકાંઠા 83 4,55,000 બનાસકાંઠા 267 16,91,350
પાટણ 109 8,58,400 મહેસાણા 359 16,44,000 દાહોદ 60 3,97,050
કચ્છ 1399 77,77,400 જામનગર 960 51,63,350 જૂનાગઢ 313 18,40,000
અમરેલી 85 5,41,000 પોરબંદર 1529 79,46,000 સુરેન્દ્રનગર 384 24,61,050 અરવલ્લી 29 1,89,000 મોરબી 233 13,72,650 દે.દ્વારકા 244 9,06,800 ગીર સોમનાથ 133 4,52,000 બોટાદ 62 3,49,000 મહિસાગર 18 1,34,100 છોટાઉદેપુર 76 5,09,500 કુલ 31499 19,10,26,750 દારૂ પીવાની *પરમિટનું નવું નામ સ્વાસ્થ્ય પરમિટ*
રાજ્ય સરકાર ગુજરાતના રહેવાસી હોય તેને માત્ર આરોગ્યના કારણોસર મેડિકલ બોર્ડની ભલામણ બાદ લિકર પરમિટ આપે છે. દારૂબંધીનો કાયદો કડક કર્યા બાદ સરકારે લિકર પરમિટનું નામ બદલીને સ્વાસ્થ્ય પરમિટ કર્યું છે. પરમિટ પર નિયંત્રણને બદલે તેમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો હોવાનું ખુદ સરકારે રજૂ કરેલા આંકડા પરથી જણાય છે.
*********
*નીટ, પરીક્ષાની તારીખો જાહેર*
મેડિકલના અંડરગ્રેજ્યુએટ કોર્સમાં એડમિશન માટે યોજાનારી પ્રવેશ પરીક્ષા નીટ-2021 (NEET) ની રાહ જોતા વિદ્યાર્થીઓ માટે હાલ મહત્વના સમાચાર આવ્યા છે. નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ નીટ 2021 પરીક્ષાની તારીખ જાહેર કરી છે. નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ આ પરીક્ષા 1 ઓગસ્ટ 2021ના રોજ આયોજીત કરશે. મેડિકલ કોલેજો માટે રાષ્ટ્રીય પાત્રતા તથા પ્રવેશ પરીક્ષા 11 ભાષાઓમાં લેવાશે. વિદ્યાર્થીઓ એનટીએની સત્તાવાર વેબસાઈટ nta.ac.in જઈને પરીક્ષા સંબંધિત જાણકારી મેળવી શકશે.આ વર્ષે પરીક્ષાનું એક જ વાર આયોજન થશે
*********
*કોંગ્રેસે યોજેલી દાંડીકૂચને લઇ પ્રદિપસિંહ જાડેજાના પ્રહાર*
અમદાવાદમાં પરવાનગી ન હોવા છતાં કોંગ્રેસે યોજેલી દાંડીકૂચ મુદ્દે ગૃહ પ્રદિપસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપતા ફરી એક વખત કોંગ્રેસને આડે હાથ લીધી હતી. ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહે જણાવ્યું કે, ‘કોંગ્રેસે ગુજરાતની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું છે. ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થયા બાદ તેમની માનસિકતા ખોરવાઇ ગઇ છે. કોંગ્રેસને દાંડીયાત્રા યોજવા માટે પોલીસે પરવાનગી ન હોતી આપી. તેમ છતાં કોંગ્રેસના નેતાઓએ યાત્રા કાઢવાનો પ્રયાસ કરતા આખરે પોલીસે કોંગ્રેસના નેતાઓની અટકાયત કરવાની ફરજ પડી હતી
**********
*CMએ ત્રણ મહાનગરોના કમિશ્નર સાથે સ્થિતિની કરી સમીક્ષા*
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ સતત દિવસે ને દિવસે કોરોનાના કેસો વધી રહ્યાં છે. જેના સંદર્ભે CM રૂપાણીની અધ્યક્ષતામાં આજે મહત્વની બેઠક યોજાઇ હતી. સીએમ રૂપાણીએ મહાનગરોમાં વધી રહેલા કોરોનાના કેસને લઈને રાજકોટ, વડોદરા અને અમદાવાદના કમિશનર સાથે વીડિયો કોન્ફરન્સથી વાત કરીને સ્થિતિની સમીક્ષા કરી હતી.
**********
*સુરતમાં આવેલા ત્રણ ટેકસ્ટાઈલ્સ માર્કેટ બંધ કરાયા*
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં રોજબરોજ કોરોનાના કેસો વધી રહ્યાં છે. એક તરફ કોરોના વેક્સિનેશનની પ્રક્રિયા ચાલી રહી છે તો બીજી બાજુ સામે કેસો પણ એટલાં જ વધી રહ્યાં છે. એમાંય સુરતમાં તો સંક્રમણ વધારે માત્રામાં ફેલાતું જાય છે. આજની જ જો વાત કરીએ તો સુરતમાં ત્રણ ઝોનમાં આવેલ ટેકસ્ટાઈલ્સ માર્કેટ વિસ્તારમાં 18 કેસ કોરોના પોઝિટિવ આવતા જ માર્કેટ બંધ કરાવવામાં આવ્યું. શહેરના ઉધના ઝોનમાં પાંડેસરા ખાતે આવેલ ગંગા ફેશન માર્કેટ બંધ કરાવાયું તો સેન્ટ્રલ ઝોનમાં આવેલું આદર્શ માર્કેટ પણ બંધ કરાવવામાં આવ્યું. આ સિવાય લિંબાયત ઝોનમાં આવેલું સાંઈ ખતીક માર્કેટ પણ બંધ કરવામાં આવ્યું. સુરત મનપા દ્વારા કોરોનાના કેસોને ધ્યાને રાખી કાર્યવાહી કરવામાં આવી. આ સાથે જ ટેકસ્ટાઈલ્સ માર્કેટ વિસ્તારોમાં કોરોના ટેસ્ટિંગની કામગીરીમાં પણ વધારો કરાયો.
*********
*પરીક્ષામાં હાજર નહી રહેનાર છાત્રો માટે કરાઈ આ વ્યવસ્થા*
રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનાં જણાવ્યા મુજબ તા. ૧પ થી રર માર્ચ સુધી પ્રથમ સત્ર નિદાન કસોટી લેવાશે. સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર તમામ શાળાઓમાં પરીક્ષાઓ લેવાશે. આ માટેની તૈયારીઓ ચાલી રહી છે. જે વિધાર્થીઓ હાજર નહિ રહી શકે તે વિધાર્થીઓને પ્રશ્નપત્રો – ઉતરવહી ઘરે પહોંચાડવામાં આવશે. ધો. ૩ અને ૪ નાં વિધાથીઓને જવાબો કસોટીપત્રમાં લખવાનાં રહેશે જયારે ધો. પ થી ૮ નાં વિધાર્થીઓને અલગથી ઉતરવહી અપાશે.
*********
*સ્ટન્ટ કરનાર યુવકની ધરપકડ યુવક-યુવતીએ માફી માગી*
સુરત શહેરના અડાજણ પાલ રોડ પર સંજીવકુમાર ઓડિટોરીયમ પાસે 6 દિવસ પહેલા કોલેજીયન યુવક તેની ફિયાન્સી સાથે સ્પોર્ટ્સ બાઇક પર નીકળ્યો હતો. ત્યારે ફિયાન્સીને ચાલુ બાઇકે આગળ બેસાડી રોમાન્સ કરવા લાગ્યો હતો. આ વીડિયો યુવકે સોશિયલ મીડિયા પર મુકતા જાગૃત નાગરિકે પોલીસને જાણ કરી હતી. જેથી અડાજણ પોલીસે 20 વર્ષીય અબ્દુલ રહેમાન મોહંમદ ઈમ્તિયાઝ મલેકની સામે કલમ 279 હેઠળ ગુનો નોંધ્યો હતો અને ધરપકડ કરી હતી. ત્યારબાદ યુવકે જામીન મેળવ્યા બાદ વધુ એક વીડિયો સોશિયલ પર મૂકીને બે હાથ જોડીને માફી માગી હતી.
********
*સુરતી-મોઢ વણિક હેમાલીબેન બન્યા શહેરના 35માં મેયર*
સુરત મહાનગરપાલિકામાં આજે પ્રથમ સામાન્ય સભા મળી હતી. જેમાં મેયર પદ મહિલાઓ માટે પ્રથમ અઢી વર્ષ અનામત હોવાથી મેયર પદ માટે મૂળ સુરતી મોઢ વણિક હેમાલીબેન બોઘાવાળાની પસંદગી કરવામાં આવી હતી. ભાજપના સિનિયર મહિલા કાર્યકર તરીકે વર્ષોથી પક્ષમાં સેવા કરતાં હેમાલી બેન અગાઉ એસટી નિગમના ચેરમેન તરીકે પણ સેવા આપી ચૂક્યાં છે. વોર્ડ નંબર 11 અડાજણ ગોરાટમાંથી વિજેતા થયેલા હેમાલીબેન પૂર્વ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલની નજીક છે, હેમાલીબેન આર્ટસમાં ગ્રેજ્યુએટ થયેલા છે.
*******
*તબીબ સાથે બ્લેકમેલિંગનો ખેલ, આરોપીની ધરપકડ*
ભરૂચના જાણીતા તબીબ ડો.અસલમ જહાને તેમના ક્લિનિકમાં કામ કરતી નર્સના પતિ અને હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા વ્યક્તિએ ખોટા આક્ષેપ કરી બ્લેક મેલિંગ કરતા ચકચાર મચી છે નર્સ કોવિડ-19ની ગાઈડ લાઇનનું પાલન કરતાં તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી હતી. જો કે બાદમાં બાદમાં દંપતિએ માફી માંગતાં તેને પરત ચાલુ રાખી હતી. 26 નવેમ્બરે અનિલે તબીબ પર ખોટા આક્ષેપ કરી ઝઘડો કર્યો હતો. અને બ્લેકમેલિંગ કરી રૂપિયાની માંગણી કરી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે. આ અંગે તબીબે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોધાવતા પોલીસે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
*********
*થાનમાં બનતા દેશી અને કલાત્મક માટલાની વધી માગ*
ગરમી લાગે ત્યારે લોકો ફ્રીજ કરતાં માટલાનું ઠંડુ પાણી પીવાનો આગ્રહ રાખે છે, પરંતુ શું તમે જાણો છો કે આ વ્યવસાય કેટલા લોકોના ઘર ચલાવે છે, વાત કરીએ સુરેન્દ્રનગરના થાનમાં બનતા માટલાની. માટલા બનાવનારા લોકો માટલા બનાવીને રોજગાર તો મેળવી રહ્યાં છે, પરંતુ સાથે સાથે સ્થાનિક લોકોને રોજગાર પણ પુરા પાડી રહ્યાં છે. અહીંના માટલા રાજ્યના વિવિધ જિલ્લામાં અને દેશના વિવિધ રાજ્યોમાં આ માટલા જાય છે અને માટલા બનાવનાર મહિલા કારીગરો દ્વારા માટલાઓ પર અલગ અલગ ડિઝાઇન પણ બનાવવામાં આવે છે.
*********
*દહેગામ તાલુકામાં બટાકાના પુષ્કળ ઉત્પાદન*
દહેગામ તાલુકામાં બટાકાના પુષ્કળ ઉત્પાદન સામે ભાવ તળિયે જતાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. બટાકાના ભાવ ગત વર્ષ કરતાં આ વર્ષે તળીયે બેસી જતાં અને પોષણક્ષમ ભાવ ન મળતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. આ વર્ષે બિયારણ મોઘું થયું પરંતુ ભાવની લાલચે વાવેતર વધુ થયું, પરિણામે ઉત્પાદન વધી જતા પોષણક્ષમ ભાવ આ વર્ષે ન મળતાં હાલત દયનીય થઇ ગઈ છે.
***********
*વર્ષાબા પરમારે વિભાવરી દવે સામે નિશાન તાક્યુ*
ભાવનગર મહાનગર પાલિકાના નવા મેયરની વરણીનો વિવાદ સામે આવ્યો છે. મેયર તરીકે વરણી ન થતા વર્ષા બાએ નારાજગી વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મુકી વિવાદ છેડ્યો હતો. નારાજ થયેલા વર્ષાબા પરમારે વિભાવરી દવે સામે નિશાન તાક્યુ હતું. વર્ષા બાએ જીતુ વાઘાણી ઉપરાંત વિભાવરીબેન દવે સામે મેયરની વરણીને લઈને આક્ષેપો કર્યા હતા. વર્ષા બાએ કહ્યું : મને પરેશાન કરવામાં કાંઈ બાકી નથી રાખ્યું. વર્ષા બાના આક્ષેપ સામે વિભાવરી દવેએ જવાબ આપતા કહ્યું હતું કે “સૌ પોતાની રીતે રોષ વ્યક્ત કરી શકે, અમે તેને ગણકારતા નથી”
***********
*કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે સર્જાયું ઘર્ષણ*
કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણનો બનાવ સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા પોલીસની મંજૂરી વિના દાંડી કૂચ કઢાતા ઘર્ષણ સર્જાયું. આપને જણાવી દઇએ કે આ સમગ્ર ઘટના દરમિયાન પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તાઓને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
********
*કોરોનાનો નેગેટિવ રિપોર્ટ કાઢી આપતા દલાલો, વીડિયો થયો વાયરલ*
આફતને અવસરમાં ફેરવતા દલાલો હાલ બિલાડીના ટોપની જેમ ઉગી નીકળ્યા છે. દલાલો સેમ્પલ લીધા વિના જ, તમે કોરોના નેગેટિવ છો તેવો રિપોર્ટ કાઢી આપે છે અને આ માટે આ દલાલો તમારી પાસેથી 1100 રૂપિયાથી 1500 રૂપિયા સુધીની રકમ પડાવે છે. આમ તો માનવામાં ન આવે પણ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે
********
*ખાદ્યતેલના ભાવમાં એક વર્ષમાં 50 ટકા ભાવ વધારો*
ગ્રાહક બાબતોના મંત્રાલયની વેબસાઇટ પર આપેલા ડેટા મુજબ સીંગતેલની કિંમતમાં આશરે 50 ટકાનો વધારો થયો છે. ગયા વર્ષે 10 માર્ચે સીંગતેલનાનો સરેરાશ ભાવ પ્રતિ લીટર રૂ.120 હતો જ્યારે આ વર્ષે 10 માર્ચે સરેરાશ ભાવ 170 રૂપિયા છે. તે જ સમયે, દિલ્હીમાં તેની કિંમત ગયા વર્ષે 10 માર્ચે લિટર દીઠ 162 રૂપિયા હતી, જ્યારે આ વર્ષે 10 માર્ચે તે લિટર દીઠ 184 રૂપિયા છે.એ જ રીતે સરસવના તેલના સરેરાશ ભાવમાં પણ આશરે 20 ટકાનો વધારો થયો છે. ગયા વર્ષે 10 માર્ચે સરેરાશ ભાવ પ્રતિ લીટર રૂ. 120 છે, જ્યારે આ વર્ષે તે લિટર દીઠ રૂ. 142 છે.
********
*86 લાખની જૂની ચલણી નોટો સાથે બેની ધરપકડ*
મહેસાણા એલસીબી પોલીસે રૂ. 1000 અને રૂ. 500ના દરની રૂ.86 લાખની જૂની ચલણી નોટો સાથે બે શખ્સોની ધરપકડ કરી છે. એલસીબી પોલીસને મળેલી બાતમીને આધારે પોલીસ છટકું ગોઠવ્યું હતું અને માનવ આશ્રમ નજીક સાંઇબાબા રોડ પરથી કિશોર છનાભાઇ ઓડ અને વિજયસિંહ શિવસિંહ રાઠોડને રૂ.86 લાખની જૂની ચલણી નોટો સાથે ઝડપી પાડયા હતા
**********
*નોકરીઓ 12 કલાકની રહેશે એપ્રિલથી નિયમો બદલાશે*
નવા ડ્રાફ્ટ કાયદામાં મહત્તમ કામના કલાકો વધારીને 12 કરવાની દરખાસ્ત છે. ઓએસસીએચ કોડના મુસદ્દા નિયમો 30 મિનિટના ઓવરટાઇમની ગણતરી કરીને 15 થી 30 મિનિટ સુધીના ઓવરટાઇમના ઉમેરા માટે પણ પ્રદાન કરે છે. વર્તમાન નિયમમાં 30 મિનિટથી ઓછા સમયને ઓવરટાઇમ લાયક માનવામાં આવતા નથી. ડ્રાફ્ટના નિયમો કોઈપણ કર્મચારીને 5 કલાકથી વધુ સમય સતત કામ કરવા પર પ્રતિબંધિત કરે છે. કર્મચારીઓને દર પાંચ કલાક પછી અડધો કલાક બાકીનો સમય આપવાની સૂચના પણ ડ્રાફ્ટ નિયમોમાં શામેલ છે.
***********
*મોદી સરકાર 100 સરકારી સંપત્તિ વેચવાની તૈયારીમાં છે*
10 જુદા જુદા મંત્રાલયો અને જાહેર ક્ષેત્રના ઉદ્યોગોની 31 મહત્વપૂર્ણ સંપત્તિની ઓળખ કરી છે અને તેની સૂચિ પણ સંબંધિત મંત્રાલયોને સુપરત કરવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે જમીન ખાનગીકરણ માટે લેન્ડ મેનેજમેન્ટ એજન્સીને સોંપવામાં આવશે, જે પ્રક્રિયાને ઝડપી બનાવશે. સંપૂર્ણ માલિકીની જમીન પણ એજન્સીને સોંપવામાં આવશે, જે મુદ્રીકરણને વેગ આપશે. આ એજન્સી કાં તો જમીન વેચી દેશે અથવા તો રાઇટ્સની મદદથી પૂર્ણ કરવામાં આવશે. નાણાકીય વર્ષ 2021-22 માટે સરકારે વિનિવેશ અને રૂ. 1.75 લાખ કરોડના ખાનગીકરણનું લક્ષ્ય રાખ્યું છે આ સંપત્તિનું મુદ્રીકરણ શક્ય છે
સરકારની યોજના મુજબ મુદ્રીકૃત કરવામાં આવેલી સંપત્તિઓમાં ટોલ રોડ, બંદર, ક્રુઝ ટર્મિનલ, ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઓઇલ અને ગેસ પાઇપલાઇન, ટ્રાન્સમિશન ટાવર, રેલ્વે સ્ટેશન, સ્પોર્ટ્સ સ્ટેડિયમ, પર્વત રેલ્વે, ઓપરેશનલ મેટ્રો વિભાગ, વેરહાઉસ અને વેપારી સંકુલનો સમાવેશ થાય છે.
*********
*એન્ટ્રી નહોતી આપવી તો આંમત્રણ શું કામ આપ્યું*
ભારતની આઝાદીના 75મા વર્ષે અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણીમાં વડાપ્રધાન મોદી ભાગ લીધો છે. વહેલી સવારથી રાજ્ય તેમજ દેશના ખૂણે ખૂણેથી લોકો ગાંધી આશ્રમમાં આવ્યા છે. ત્યારે સભાનો ડોમ ભરાઈ જતા લોકોને બહાર કાઢતાં આક્રોશનો માહોલ ફેલાયો હતો. પોલીસ સાથે ઘર્ષણ થતાં લોકોએ કહ્યું, ધારાસભ્યો બસો ભરી ભરી લઈ આવ્યા, પણ આશ્રમમાં એન્ટ્રી નથી મળી, તો આમંત્રણ જ શું કામ આપ્યું.
*********
*કોંગ્રેસની દાંડીકૂચમાં હિંસા, ઘર્ષણ, 50ની અટકાયત*
એક તરફ નરેન્દ્ર મોદીએ દાંડીયાત્રાને ફ્લેગ ઓફ કરી હતી. તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ દાંડીયાત્રા કાઢવા પ્રયાસ કર્યો હતો. કોંગી નેતાઓ અને કાર્યકરોને કોંગ્રેસ ઓફિસ બહારથી જ પોલીસે અટકાવવાની શરૂઆત કરી હતી. જોકે પોલીસ તેમને અટકાવી શકી ન હતી. દરમિયાન પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. છતાં કોંગ્રેસના કાર્યકરો એલિસબ્રિજ સુધી પહોંચી ગયા હતા. તેમાં પણ કોંગ્રેસનાં પ્રગતિ આહીર તો મહિલા PSIના હાથમાંથી છટકીને આગળ વધી ગયાં હતાં, જ્યારે પરેશ ધાનાણી, અમિત ચાવડા સહિત 50 કાર્યકરો અને નેતાઓની અટકાયત કરાઈ હતી
*********
*ગાંધીનગરમાં ફાયર એનઓસી વિના ધમધમતા ગેસ્ટ હાઉસમાં આગ*
વહેલી પરોઢે ગાંધીનગર સેક્ટર-16માં દેના બેંકની પાછળ પ્લોટ નંબર 317માં આવેલી મિડ વે સ્કાય હોટલમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.વહેલી પરોઢિયે આગ લાગતા હોટલમાં રોકાયેલ કપલોમાં નાસભાગ મચી જવા પામી હતી. આ બનાવની જાણ થતા જ ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ વોટર બાઉઝર અને મીની રેસ્ક્યુ ટેન્ડર સાથે ઘટનાસ્થળે દોડી ગઇ હતી કલાકોની જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ પરનો કાબુ મેળવી લીધો હતો.
*🙏🙏thaend🙏🙏*