*ભાવનગરના ખેડૂતોએ તંત્રને આપ્યું આઠ દિવસનું અલ્ટીમેટમ*

ભાવનગર થી સોમનાથ નેશનલ હાઈવેનું કામ છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહ્યું છે. જો કે હાઈવેમાં આવતી ખેતીની જમીનોના પૂરતા વળતરને લઈને ખેડૂતોમાં અનેક જગ્યા પર નારાજગી જોવા મળી રહી છે. આજે બુધેલ ગામના ખેડૂતોને હાઈવે ઓથોરીટી દ્વારા પુરતું વળતર નહિ મળવાના કારણે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને તંત્રને આંઠ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે