વંદેમાતરમ મંચ ના એજ્યુકેશન સેલ ના નેશનલ પ્રેસિડેન્ટ અને સંસ્કૃત પ્રોફેસર ડૉ. કુંજલ ત્રિવેદી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ના જન્મ દિવસ નિમિત્તે બેટી બચાઓ બેટી પઢાઓ વિષય પર મનનીય વ્યાખ્યાન અપવમાં આવ્યું. તથા ડો.કુંજલ ત્રિવેદી નું 4 અલગ અલગ કૉલેજો માં સન્માન કાર્યક્રમ યોજાયો.
સહકાર ભારતી,પાટણ જીલ્લા દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 71મા જન્મદિવસની ઉજવણી સ્વરૂપે પાટણ જિલ્લાની ૧૭/૯/૨૦૨૧ ના રોજ ૪ કોલેજમાં અલગ અલગ સ્થળઅને સમય દરમિયાન આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ e ૨૨/૨/૨૦૧૫na શરૂ કરેલી સરકારી યોજના
‘બેટીબચાવો,બેટી’પઢાવો.બેટી વધાવો…… વિષય ને લયને ઝુંબેશ ઉપાડી દિકરીઓ કૉલેજ શિક્ષણ મેળવવા પ્રેરાય તે માટે સુંદર કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું.
સમગ્ર કાર્યક્રમ ,RSS સંસ્કૃત ભારતી ના કાર્યકર્તા રાષ્ટ્રસેવિકા એવા વંદેમાતરમ્ મંચ ના એજ્યુકેશન સેલ ના રાષ્ટ્રીય મહાસચિવ તેમજ કૈલાશ માનસરોવર મુક્તિ આંદોલન સમિતિના મહિલા અધ્યક્ષા અને સહકાર ભરતી સંસ્થા પાટણ ના કાર્યક્રમના સહ કન્વિનર એવા
શ્રી એન.એમ. શાહ આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, ના સંસ્કૃતના અધ્યાપિકા .. ડૉ. કુંજલબેન ત્રિવેદી કે જેઓ વિવિધ રાષ્ટ્રીયસ્તરની દેશસેવાને લગતી સંસ્થાઓ સાથે જોડાયેલાછે .. તેઓ દ્વારા સમગ્ર કાર્યક્રમ નું સંચન કરવામાં આવ્યું. તેમજ
બેટી બચાઓ બેટી પઢાઓ બેટી વધાવો.. વિષય પર સુંદર અને મનનીય વ્યાખ્યાન આપવામાં આવ્યું.તેમજ અન્ય ચાણસ્મા,સરકારી આર્ટ્સ કોમર્સ કૉલેજ, માં કુલ -૪૨૬ દીકરીઓ
સમી,સરકારી આર્ટ્સ અને સાયન્સ કૉલેજ માં કુલ-૨૫૯ દિકરીઓ
,હારીજ અને આર્ટ્સ અને કોમર્સ કૉલેજ માં કુલ – ૧૦૯દિકરીઓ
શ્રી એન.એમ. શાહ આર્ટ્સ અને કોમર્સ કોલેજ શંખેશ્વર માં કુલ – ૩૭૧ દિકરીઓ
આમ, તમામ કુલ મળીને આજે 1500 દિકરીઓને વિવિધ સહકારી સંસ્થાઓના સહયોગ દ્વારા એક વર્ષ માટે એક લાખના અકસ્માત વિમાનું કવર આપી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે દરેક કૉલેજ ખાતે સવારે 8:30 થી બપોરે 2:00 વાગ્યા સુધીમાં આયોજિત જુદા-જુદા ચાર કાર્યક્રમોમાં સહકાર ભારતી,ગુજરાત પ્રદેશ ઓલ સેલ ઉપાધ્યક્ષ અને પાટણ જીલ્લા અધ્યક્ષ,ડિરેક્ટર,ઉત્તર ગુજરાત કૉ-ઓપ.ફેડરેશન અને જીલ્લા સહકારી સંઘના શ્રી હરિભાઈ પટેલની અધ્યક્ષતામાં અને જે-તે કોલેજના પ્રિન્સિપાલો સર્વ શ્રી શંખેશ્વર ખાતે ડો.રાજેશભાઈ ત્રિવેદી ,સમી ડો.પ્રકાશભાઈ પટેલ,ચાણસ્મા ખાતે ડો.આર.એન.દેસાઈ અને હારીજ ખાતે ડો.મનિષાબેન શાહના વિશેષ ઉપસ્થિતિમાં જે-તે ગ્રાન્ટ ઈન-એડ કોલેજો ચાણસ્મા ખાતે ટ્રસ્ટી શ્રી મુકેશભાઈ પટેલ(દાઢી),શંખેશ્વર ખાતે ટ્રસ્ટી શ્રી નવીનભાઈ ભૉજક વગેરે સહીતની ઉપસ્થિતિમાં 1500 દિકરીઓને વિમા રક્ષણ આજથી જ શરુ કરી વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે વિમા ઉતરવા માટે સહકાર ભારતી,પાટણ જિલ્લાની અપીલને શંખેશ્વર તાલુકાની કુંવારદ સેવા સહકારી મંડળી ચેરમેન શ્રી રાજુભાઇ કટારીયા,દિવ્ય દર્શન કૉ-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિ.ટુવડના ચેરમેન શ્રી ડી.કે. રથવી,પ્રાયમરી ટીચર્સ કૉ-ઓપ.ક્રેડિટ સોસાયટી લિ.શંખેશ્વર ના ચેરમેન શ્રી અજીતભાઈ વઢેર,સમી તાલુકામાં અક્ષય કૉ-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી ના ચેરમેન શ્રી મોહનભાઇ દેસાઈ,ગવર્નમેન્ટ એમ્પ્લોઇઝ કૉ-ઓપ.ક્રેડિટ સોસાયટી લિ.પાટણના વાઈસ ચેરમેન ડો.બી.કે.વાઘેલા ,ચાણસ્મા તાલુકાની ધી ચાણસ્મા કોમર્શીયલ કૉ-ઓપરેટીવ બેંક લિ.નાં ચેરમેનશ્રી ચંદ્રકાન્તભાઈ પટેલ અને ચાણસ્મા નાગરિક કૉ-ઓપરેટીવ બેંક લિ.ના એમ.ડી.શ્રી દિનેશભાઇ પટેલ અને હારીજ તાલુકાની બૉરતવાડા સેવા સહકારી મંડળી લિ.ના મંત્રીશ્રી લક્ષ્મણભાઈ ચૌધરી,ગુરૂકૃપા કૉ-ઓપ.ક્રેડિટ સોસાયટી લિ.રવદ ના સંસ્થાપક શ્રી નું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી શ્રી હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રી એ ગ્રામ્ય વિકાસ માટે ” સહકાર સે સમૃદ્ધિ “નો મંત્ર આપી કેન્દ્રમાં સહકાર મંત્રાલય સહકાર ભારતી ની માંગણી સ્વીકારી અલગ કરી વાસ્તવિક સ્વરૂપે વિકાસનાં દ્વાર ખોલવાનો યશસ્વી નિર્ણય કરેલ છે,જેને વધાવવા સહકાર ભારતી એ હજારો પત્રો દ્વારા સહકારી સંસ્થાઓ એ વડાપ્રધાન અને નવા સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહનો આભાર પ્રકટ કર્યો હતો તેજ આનંદ ને વ્યકત કરવા માટે શ્રી નરેન્દ્રભાઈ મોદીના 71 મા જન્મદિવસે આજે પાટણ જિલ્લાની કુલ મળીને 3000 દિકરીઓને એક વર્ષનું એક લાખ રૂપિયાનું અકસ્માત વિમા કવચ સહકારી સંસ્થાઓની સામુહિક સેવાકીય તાકાતનાં સદુપયોગ રૂપે આપવાનો સંકલ્પ પૂર્ણ કરેલ છે,તેમ જણાવ્યું હતું.
આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલશ્રી એ દરેક કાર્યક્રમમાં સહકાર ભારતી,પાટણ જિલ્લાનો આભાર પ્રગટ કરી સાચા અર્થમાં સહકારનાં સારાં ફળો સમાજને આપવા તેમજ સહકાર ભારતીની વિધેયાત્મક પહેલ ને બિરદાવી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા સહકાર ભારતી, શંખેશ્વર તાલુકા અધ્યક્ષ શ્રી હરિભાઈ રાજપૂત,મહામંત્રી શ્રી નરેશભાઈ સિંધવ,ઉપાધ્યક્ષ શ્રી દિલીપભાઈ ડોડીયા,સમી તાલુકા અધ્યક્ષ શ્રી મોહનભાઇ દેસાઈ, મહામંત્રી શ્રી હસમુખભાઈ ડાભી,ચાણસ્મા તાલુકા અધ્યક્ષ શ્રી વિષ્ણુભાઈ પટેલ,મહામંત્રીશ્રી અજયભાઈ પટેલ,ઉપાધ્યક્ષ શ્રી દિલીપભાઈ પટેલ સેક્રેટરી માર્કેટ,હારીજ અધ્યક્ષ શ્રી લક્ષ્મણભાઈ ચૌધરી,મંત્રીશ્રી શંકરભાઇ ચૌધરી અને તમામ કૉલેજ સ્ટાફે ખુબજ જહેમત ઉઠાવી હતી.આજના પ્રસંગે તમામ કૉલેજમાં ઉપસ્થિત 1500 દીકરીઓ દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પોસ્ટ કાર્ડ લખી આભાર પ્રગટ કર્યો હતો.અને સમગ્ર કાર્યક્રમ ના સહ કન્વિનર એવા ડૉ. કુંજલ બેન ત્રિવેદી નું આજના બેટી બચાઓ બેટી પઢાઓ ના વિષય ને અનુરૂપ એક બ્રહ્મ કન્યા નું વિશેષ સન્માન કરીને મોદી જી ની આ યોજના નો છેવાડાના માનવી સુધી લાભ પહોંચાડવાના સંકલ્પ સાથે આ કાર્યક્ર્મ પૂર્ણ કર્યો હતો.