જીતનગર ગ્રામ પંચાયત ઓફિસમા બબાલ
તાલુકા પંચાયત કચેરીના તલાટી ક્રમ મંત્રી ઉપર હુમલો
જીતનગર
ગ્રામ પંચાયત ઓફિસ ખાતે જાહેર કાર્યો બજાવી રહેલ મહિલા તલાટીઉપર પ્લાસ્ટીકની ખુરશી ઉગામી હુમલો કરતા ચકચાર
હુમલાખોર સામે પોલીસ ફરિયાદ
રાજપીપલા, તા.13
નાંદોદ તાલુકાના જીતનગર ગ્રામ પંચાયત ઓફિસમાતાલુકા પંચાયત કચેરી વિભાગમાં તલાટી ક્મ મંત્રીતરીકે ફરજ બજાવતી સરકારી મહિલા કર્મચારી ઉપર હુમલોકરી ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં હુમલાખોર સામે પોલીસ રાજપીપલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
જેમાં ફરિયાદી તલાટી ક્મ મંત્રી
બીનાબેન રામાભાઈપટેલ
(રહે.ભદામ દરવાજા ફળિયું તા.નાદોદ)એ આરોપી
હિતેશભાઈ અરવિંદભાઈ વસાવા (રહે.નવીનગરી જીતનગર તા.નાંદોદ જી.નર્મદા)સામે ફરિયાદ નોંધી છે.
ફરિયાદની વિગત અનુસાર ફરીયાદી બીનાબેન
જેઓ સરકારી ખાતામાં તાલુકા પંચાયત કચેરી વિભાગમાં તલાટી ક્મ મંત્રી તરીકે વાવડી ગ્રામ પંચાયત કચેરી નોકરી
કરતા હોય અને તેઓને વધારાનો ચાર્જ જીતનગર ગ્રામ પંચાયત કચેરીનો પણ સોપવામાં આવેલ હતો.ફરીયાદી બીનાબેન જીતનગર
ગ્રામ પંચાયત ઓફિસ ખાતે જાહેર કાર્યો બજાવી રહ્યા હતા.તે દરમ્યાન આરોપી હિતેશભાઈ પંચાયત ઓફિસ ખાતે આવી ફરીયાદીને કોઈ સરકારી લાભ આપતા નથી. તમારી પંચાયત કશુજ
કરતી નથી.એમ જણાવી આમ કરી દઇશ તેમ કરી દઇશ. તેમ જણાવી બિભત્સ ગાળો બોલતા ફરીયાદીએ શાંતિથી ગાળો નહી બોલવા જણાવેલ. અને જે કઈ રજુઆત હોય તે શાંતીથી કરવા જણાવતા આરોપીગુસ્સે થઇ વધુ ગાળો બોલી “ તુ આજકાલની આવેલી મને કેવી રીતે પકડાવે છે. અને હું પોલીસથી બીતો નથી. આવા તો મારા કેટલાય કેશ છે તું મને ઓળખે છે હુ કોણ છુ?” તેમ જણાવી ફરીયાદીને મારવા માટે પ્લાસ્ટીકની ખુરશી ઉગામતા પંચાયત ઓફિસમાં હાજર પ્રભુભાઇ સગાભાઈ વસાવા પકડી લીધેલ. અને આરોપી ફરીયાદીને “તું પંચાયત ઓફિસમાં આવી કેવી કામ કરે છે તે હું જોઉ છુ” તેવી ગુન્હાહીત ધમકી આપી ફરીયાદીને પોતાની ફરજ બજાવતા રોકી ગુન્હો કરતા રાજપીપલા પોલીસે પોલીસે કાયદેસરની કાર્યવાહીહાથ ધરી છે.
રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપલા