ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સ્થિતિ ચિંતાજનક

બ્રેકીંગ ન્યૂઝ નર્મદા

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સ્થિતિ ચિંતાજનક

આ વર્ષે નર્મદા ડેમ 138.68 મીટર ફૂલ ભરાવાની શક્યતા નહીવત!

આજે 6સપ્ટેમ્બરે પણ નર્મદા ડેમની સપાટી હજુ117.54 મીટર પર જ પહોંચી છે

ગતવર્ષ કરતા આ વર્ષે ડેમની જળ સપાટી
18.21 મીટર ઓછી છે

નર્મદા ડેમના કેચમેન્ટમાં વરસાદ જોઈએ તેટલો પડતો નથી.

મધ્ય પ્રદેશના ઉપરવાસમા પણ પૂરતો વરસાદ ન હોવાથી નર્મદા ડેમમાં પાણીની આવક ઘટી
આ વર્ષે ડેમ 18.21મીટર ખાલી છે

ગુજરાત સરકાર સ્ટેચ્યુ પર પ્રવાસીઓની સંખ્યા વધતા પ્રવાસીઓ ક્રુઝ બોટ ની મઝા માણી શકે તે માટે હજારો ક્યુસેક પાણી નર્મદા માં છોડીને વિયર ડેમ ભરવામાં આવ્યો છે એ કેટલુ યોગ્ય છે?

નર્મદા ડેમના ટીપે ટીપા પાણીનો કર કસર પૂર્વક ઉપયોગ કરવો એજ એક માત્ર ઉપાય છે

રાજપીપલા, તા.6

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સ્થિતિ ચાલુ વર્ષે ચિંતાજનક છે.
નર્મદા જિલ્લામા ઓગસ્ટ મા ખાસ વરસાદ પડયો નથી. ઓગસ્ટમા વરસાદ ખેંચાયાની ગંભીર સ્થિતિ રહી હતી. હવે સપ્ટેમ્બર માસ શરૂ થયો છે ત્યારે પણ વરસાદ જોઈએ તેવો ગુજરાતમાં અને મધ્ય પ્રદેશના ઉપરવાસ મા ખાસ પડયો નથી. જેને કારણે નર્મદા ડેમમાં આ વર્ષે50%થી પણ ઓછું પાણી છે જે ચિંતાનો વિષય બન્યો છે.

સરકારે નર્મદા ડેમમાથી સિંચાઈ માટે ખેતી માટે પાણી નહીં આપવાની જાહેરાત કરી છે. પાણીનો જે બચેલો જથ્થો છે તે પીવાના પાણી માટે સ્ટોરેજ કરવા પર સરકાર ભાર મૂકી રહી છે. ત્યારે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમા નર્મદા ડેમ જયારે છલોછલો ભરાતો હતો ત્યારે આજે ડેમો ખાલીખમ ભાસે છે ડેમોમાં પૂરતું પાણી નથી.

સપ્ટેમ્બર માસ ની શરૂઆત થઈગઈ છે તેમ છતાં હજી નર્મદા ડેમ સંતોષકારક ભરાયો નથી. ગત વર્ષે સપ્ટેમ્બરમા જળ સપાટી ૧૩૫.૬૮
મીટર હતી. જ્યારે આ વર્ષે માંડ હજુ117.54 મીટર પર જ પહોંચી છે.હજી પણ નર્મદા ડેમના કેચમેન્ટમાં વરસાદ
જોઈએ તેટલો પડતો નથી. ત્યારે ગતવર્ષ કરતા આ વર્ષે ડેમની જળ સપાટી
18.21 મીટર ઓછી છે.ત્યારે ડેમ સંપૂર્ણપણે ૧૩૮.૬૮ મીટર સુધીઆ વર્ષે ભરાશે કે કેમ ? તે એક પ્રશ્નાર્થ છે.
કારણ કે ચોમાસાની શરૂઆત થઈત્યારે સારો વરસાદ હતો પરંતુત્યારબાદ નર્મદા ડેમના ઉપરવાસમાં ચોમાસુ લંબાઈ ગયું છે. જેના કારણે
પાણીની આવક જોઈએ તેવી નથી.

આજે સરદાર સરોવરનર્મદા ડેમની જળ સપાટી 117.54મીટરે પહોંચી છે. ઉલ્લેખનીય છે કે ગતવર્ષે સપ્ટેમ્બર મહિનામાં સરદારસરોવર નર્મદા ડેમની જળ સપાટી૧૩૫.૬૮ મીટરે હતી. અને પાણીનીઆવક એક લાખ કયુસેક હતી.અને
લાઈવ સ્ટોરેજ પણ ૪૭૨૩ મિલિયનકયુબીક મીટર હતું. ત્યારે આજે નર્મદા ડેમની સપાટી માંડ
મીટરે 117.54 પહોંચી છે.પાણીનીઆવક નામ માત્ર કહી શકાય તેટલી4601 ક્યુસેક છે. પાણી નું લાઈવસ્ટોરેજ ૮૬૩.૭૦ મિલિયન ક્યુબીક
મીટર છે. મુખ્ય કેનાલમાં પણ હવેપીવાનું પાણી આપવા જરૂરિયાત મુજબ 4393 ક્યુસેક પાણી છોડવામાંઆવી રહ્યું છે. સામાન્ય રીતે સપ્ટેમ્બર મહિનાની સીઝનમાં ડેમમાં ઉપરવાસમાંથી
પાણીની આવક લાખો ક્યુસેક હોય છે.અને ભરપુર પાણી આવતું હોય છે,પરંતુ આ વખતે ચોમાસું પૂર્ણતાના આરે
છે તૈમ છતાં હજી પણ નર્મદા
કેચમેન્ટ વિસ્તારમાં જોઈએ તેટલો વરસાદ પડ્યો નથી. હાલમાં નર્મદા ડેમ
તેની મહત્તમ જળ સપાટી ૧૩૮.૬૮મીટરથી 18.22 મીટર ડેમ હજુ પણઘણી
દૂર છે. સપ્ટેમ્બર મહિનામાં નર્મદાડેમના કેચમેન્ટ વિસ્તારમાં આવેલા મધ્યપ્રદેશમાં ભરપુર વરસાદ પડ્યોહોય તેવું ભૂતકાળમાં બન્યું છે.તો આવખતે એક આશા છે કે સપ્ટેમ્બરમહિનો હજુ વીત્યાને 6 જ દિવસથયા છે. ત્યારે હજી પણ મુશળધાર
વરસાદ પડે તો ડેમ આ વખતે પણ ભરાઈ શકે તેમ છે,જોકે
હાલનીગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમના જળસંગ્રહની સ્થિતિ ચિંતાજનક જરૂર કહી શકાય.

આગામી દિવસોમાં નર્મદા બંધ ઉપર મોટુ જળ સંકટ ઉભું થાય તેવી સ્થિતિ હાલ સર્જાઈ છે.ચોમાસાની સીઝનને માંડ એક મહિનો બાકી છે ત્યારે સારો વરસાદ નહીં પડે અને ડેમોમાં પાણીની આવક નહીં થાય તો ખેડૂતોમાટે ખેતીનું આ વર્ષ ચિંતાનું કારણ બની શકે છે. આ વર્ષે ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળશે કે કેમ એ એક મોટો પ્રશ્ન ખેડૂતોને સતાવી રહ્યો છે. કારણકે આ વર્ષે ડેમ 18.21મીટર ખાલી છે
ગત વર્ષે ઓગસ્ટના અંતમાં ડેમ ની સપાટી 138.68મીટરને પાર કરતા નર્મદા ડેમના 23 દરવાજા ખોલાયા હતા. ત્યારે વીજ ઉત્પાદન કરતા રિવર બેડ પાવર હાઉસ પણ ધમધમતા હતા આજે 2021માં પરિસ્થિતિઉલ્ટી છે.

આ વર્ષે નર્મદા જિલ્લામાં અત્યાર સુધીનો સીઝનનો કુલ વરસાદ પણ માત્ર 599મિમિ નોંધાયો છે. જયારે ગત વર્ષે સપ્ટેમ્બર માં સીઝનનો કુલ વરસાદ 1074મિમિ હતો જે ગત વર્ષ કરતા 475મિમિ ઓછો વરસાદ બતાવે છે.

બીજી તરફ ખેદની અને આશ્ચર્યની વાત એ છે કે હાલ ગુજરાતની જનતાને અને ખેડૂતોને પીવાનાઅને સિંચાઈના પાણી માટે ફાંફા છે ત્યારે ગુજરાત સરકાર સ્ટેચ્યુ પર પ્રવાસીઓની સંખ્યા વધતા પ્રવાસીઓ ક્રુઝ બોટની મઝા માણી શકે તે માટે હજારો ક્યુસેક પાણી નર્મદામાં છોડીને વિયર ડેમ ભરવામાં આવી રહ્યો છે એ કેટલુ યોગ્ય છે? પ્રવાસીઓ કૃઝ બોટની તો મઝા માણી રહ્યા છે પણ ખેડૂતોને આપવામાં આવતું સિંચાઈનું પાણી બંધ કરી દેવામાં આવ્યું છે. ત્યારે પ્રવાસીઓ ખુશ કરવાની ઉતાવળમાં ખેડૂતોની આંખમાં આંસુ આવે તેવી નોબત આવે અને રાજ્યમાં ખેડૂતોમાટે જળ સંકટ ઉભું ના થાય તે જોવાની જવાબદારી પણ રાજ્ય સરકાર ની બની જાય છે બે વર્ષથી ડેમ છલોછલ ભરીને નર્મદાના નિરના વધામણાં કરાતા હતા. હવે 17મીએ નર્મદા ઘાટ પર વડા પ્રધાન મહા આરતી કરશે તે માટે નર્મદા ડેમ થી વિયરડેમ
સુધીનું 12 કિમિ નું સરોવર
ભરવામાં આવી રહ્યું છે.હવે 11દિવસમાં આ સરોવર છલોછલ ભરવાનું પણ મુશ્કેલ બની ગયું છેત્યારે નર્મદા ડેમના ટીપે ટીપા પાણીનો કર કસર પૂર્વક ઉપયોગ કરવો એજ એક માત્ર ઉપાય છે

તસવીર : જ્યોતિ જગતાપ, રાજપીપલા