વધુ પડતો મોબાઈલ ફોનનો ઉપયોગ નોતરી શકે છે ખતરનાક બીમારીઓનેરિસર્ચમાં થયો છે ખુલાસો સ્માર્ટફોનના વપરાશથી થતી સમસ્યાઓ વિશે

મોબાઈલ ફોનમાંથી ઉત્પન થતા રેડિએશન તમારી હેલ્થ માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. જો તમે તમારા મોબાઈલ ફોનને આખો દિવસ તમારી પોકેટમાં અથવા તો, શરીર સાથે ચીપકાવીને રાખો છો તો, ટ્યૂમર થવાની સંભાવના રહે છે.
રાત્રીના સમયે મોબાઈલ ફોનને સાથે રાખીને સુવાથી તમને ઘણા પ્રકારની બીમારિઓનો ખતરો હોય શકે છે. આ તમારા માથઆ પર નકારાત્મક પ્રભાવ પડે છે.
વધારે પડતા પુરૂષ પોતાના મોબાઈલ બેલ્ટની પાસે બનેલા પોકેટમાં રાખતા હોય છે. જે ખૂબ જ ખતરનાક હોય છે. મોબાઈલ ફોનના ઈલેક્ટ્રોમેગનેટિકની સીધી અસર તમારા હાડકાઓ પર પણ પડે છે. જેથી તમારા હાડકાઓમાં હાજર મિનરલ લિક્વિડ ધીમે-ધીમે ખતમ થતુ જાય છે.
પુરુષોમાં કમરની પાસે મોબાઈલ ફોનને રાખવો ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. ખરેખર તો, મોબાઈલના રેડિએશનની સીધી અસર શુક્રાણુઓમાં ખામીના રૂપમાં પણ પડે છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈજેશનની એક શોધ પ્રમાણે મોબાઈલ ફોનનો વધારે પડતો ઉપયોગ માથાના કેન્સર અને બ્રેન ટ્યૂમર જેવી ખતરનાક બીમારીઓ તમને ઘેરી શકે છે.
મોબાઈલમાંથી નીકળતા ઈલેક્ટ્રોમેગનેટિકથી તમારું DNA એક ક્ષતિગ્રસ્ત થઈ શકે છે. જે તમને માનસિક રોગી બનાવી શકે છે.
તણાવ અને ડિપ્રેશનના કારણોમાંથી એક પ્રમુખ કારણ મોબાઈલ રેડિએશન પણ હોય છે. આ મગજની કોશિકાઓને સંકુચિત પણ કરી શકે છે.
ગર્ભવતી મહિલાઓએ વધારે પડતો મોબાઈલ ફોનનો વપરાશ કરવાથી બચવુ જોઈએ. જેમાં ગર્ભમાં ઉછરી રહેલા બાળકોને નુકસાન થાય છે. જેથી બાળકના વિકાસમાં પરેશાની પણ આવી શકે છે.
મોબાઈલ ફોન કેન્સર જેવી બીમારીઓને પણ જન્મ આપે છે. સાથે આ ડાઈબિટીઝ અને ર્હદય રોગ BP,જેવી ઘણા પ્રકારની બીમારીઓનો ખતરો પણ ઘણો વધારી દેતી હોય છે.
જો તમે મોબાઈલથી થતી બધી જ પરેશાનિઓથી બચવા માગો છો તો, આજથી જ મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાનુ શરૂ કરી દો. જેથી તમે આપમેળે જ પરિવારને સુરક્ષિત કરી શકો છો.