આજે નાના કાકડીઆંબા ડેમ ૧૮૭.૭૧ મીટરની પૂર્ણ સપાટી વટાવીને ૧૮૭.૭૩ મીટરે સપાટી નોંધાઈ
આજની સ્થિતિએ નાના કાકડીઆંબા ડેમ ૨ સે.મી. થી ઓવરફલો
નાના કાકડીઆંબા સિંચાઇ યોજના હેઠળ સાગબારા તાલુકાના ૧૫ ગામોને
ખરીફ-રવિ-ઉનાળુ સીઝન માટે સિંચાઇના પાણીનો લાભ મળશે
રાજપીપલા,તા 23
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના નાના કાકડીઆંબા ગામ પાસે આવેલ કાકડીઆંબા ડેમની સપાટી આજે સાંજે 4કલાકે તેની ૧૮૭.૭૧ મીટરની પૂર્ણ સપાટી વટાવીને ૧૮૭.૭૩ મીટરે ભરાતા નાના કાકડીઆંબા ડેમ હાલમાં છલકાયો છે. ( ઓવરફલો થયેલ છે) હાલમાં આ ડેમ ૨ સે. મી. ઓવરફલો છે તેમજ ૫૩.૦૦ ક્યુસેક પાણીની જાવક ચાલુ છે, તેવી જાણકારી ડેમના નાયબ કાર્યપાલક ઈજનેર દિવ્યકાંત વસાવા તરફથી પ્રાપ્ત થઈ છે.
નાયબ કાર્યપાલક ઇજનેર વસાવા તરફથી પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ કાકડીઆંબા સિંચાઇ યોજના હેઠળ સાગબારા તાલુકાના નાના ડોરઆંબા, ખુવડાવાડી, સીમઆમલી, રોઝદેવ, ભવરીસવર, ડકવાડા, કેલ, પાટી, પાટ, ટાવેલ, પાંચપીપરી, ધોડમુગ, રછવાડા, નાના કાકડીઆંબા અને રણબુડા સહિત કુલ ૧૫ જેટલા ગામોને ખરીફ-રવિ અને ઉનાળુ સીઝન માટે સિંચાઇના પાણીનો લાભ મળશે. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે નીચાણવાળા વિસ્તાર વાળા ગામોને એલર્ટ પણ કરાયા હોવાની જાણકારી તેમણે આપી
હતી. તસવીર :જ્યોતિ જગતાપ