દ્વારા તથા ફોન આવે છે કે તમને લકી ડ્રો લાગ્યો છે, અમુક પૈસા ભરો તમને ડબલ પૈસા મળશે તથા ગાડીઓ મોટરસાયકલ જેવા અનેક લોભામણી બોગસ સ્કીમથી ચેતવવા નિર્ભયા સ્કવોર્ડ આગળ આવી
જિલ્લા પોલીસ વડા હિમકર સિંહે આવી બોગસ સ્કીમ થી દૂર રહેવા અનુરોધ કર્યો
રાજપીપલા, તા.30
નર્મદા જિલ્લામા મોબાઈલ ફોન ઉપરફેક મેસેજો
થી છેતરાતી જનતાને સાચી સમજ આપવા ગામડે ગામડે જઈને લોકોને નિર્ભયા સ્કવોર્ડ માર્ગદર્શન આપી રહી છે
જિલ્લા નર્મદા ખાતે સાયબર ક્રાઇમનું બનાવ ખૂબ જ બની રહ્યો છે જેને ધ્યાને લઇ પોલીસ અધિક્ષક હિંમકર સિંહે લોકોને આ બાબતે સાવચેતી રાખવા માટે અને લોકોને સમજ પાડવા માટે નિર્ભયા સ્કોડ ને કામ સોંપવામાં આવ્યુંછે
હાલમાં જિલ્લા ખાતે મોબાઈલ ફોન ઉપર મેસેજો તથા ફોન આવે છે કે તમને લકી ડ્રો લાગ્યો છે અમુક પૈસા ભરો તમને ડબલ પૈસા મળશે તથા ગાડીઓ મોટરસાયકલ જેવા અનેક લોભામણીયુ સ્કીમ આપવામાં આવે છે ખરેખર આવું કશું જ હોતું નથી. આપણે એવા લોભામણીયુ સ્કીમમાં માં પડી આપણા મોબાઇલ ઉપરથી બેંક ખાતાની તમામ માહિતી આપી દેતા હોઇએ છે તરત જ આપણા ખાતામાંથી તમામ રકમ એ લોકો બીજા ખાતામાં ટ્રાન્સફર કરી દેતા હોય છે આપણું ખાતું ખાલી થઈ જાતું હોય છે હવે પછી કોઈ કેવી રીતે ના છેતરાય જેને ધ્યાને લઇ પોલીસ અધિક્ષકે નિર્ભયા સ્કોડ ને ગામડે ગામડે જઇ લોકોને આ બાબતે સમજ કરવા માટે બીડું ઉપાડ્યું છે જેથી હવે પછી કોઈ છેતરાય નહીં
નિર્ભયા સ્કવોર્ડ ના ઇન્ચાર્જ પી.એસ.આઇ કે. કે .પાઠક પ્રજાને અનુરોધ કર્યા છે કે આવા કોઈપણ સ્કીમમાં પડવું નહીં તમારા ફોન ઉપર આવો કોઈ મેસેજ કે કોઈ ફોન આવે તરત જ 100 નંબર ઉપર જાણ કરવી અને કોઈ એ ફોન ઉપર કોઈ માહિતી આપવી.નહીં બેંક અથવા તો કોઈપણ સરકારી કચેરી તમારા કોઈપણ માહિતી ફોન ઉપર પૂછતી નથી જેથી ફોન ઉપરથી કોઈને પાનકાર્ડ નંબર આધાર કાર્ડ નંબર બેંક પાસબુક નંબર એટીએમ કાર્ડ નંબર ઓટીપી નંબર કોઇ પણ સંજોગમાં કોઈને બતાવવું નહીં જે ખાસ સાવચેતી રાખવા અનુરોધ કરવામાં આવે છે
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા