સમુદ્રી સલામતી હિતધારકો સાથે ભારતીય તટરક્ષક દળ દ્વારા કરવામાં આવ્યો સંવાદ.

સમુદ્રી સલામતી હિતધારકો સાથે ભારતીય તટરક્ષક દળ દ્વારા કરવામાં આવ્યો સંવાદ.

અમદાવાદ: પોરબંદર જિલ્લાના તટરક્ષક દળના કમાન્ડર સાથે સમુદ્રી સલામતી હિતધારકોના પ્રતિનિધિમંડળે સંવાદ કર્યો હતો. આ પ્રતિનિધિમંડળમાં સામેલ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ, નાયબ કમિશ્નર (કસ્ટમ્સ), એરપોર્ટ નિદેશક, પોર્ટ ઓફિસ, GMB પોરબંદર તેમજ DGLL, જામનગર અને CISFના પ્રતિનિધિઓએ પોરબંદર ખાતે જિલ્લા તટરક્ષક દળ હેડક્વાર્ટર નંબર 1ની મુલાકાત લઇને આ સંવાદમાં ભાગ લીધો હતો.હિતધારકોને પ્રવર્તમાન સમુદ્રી પરિસ્થિતિ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા અને તેમના જવાબદારીના ક્ષેત્રમાં સર્વોચ્ચ કક્ષાની સુરક્ષા પ્રાપ્ત કરવા માટે તમામ હિતધારકોમાં સંકલનની જરૂરિયાત અંગે માહિતી આપવામાં આવી હતી. ભારતીય માછીમારી હોડીઓ દ્વારા આંતરરાષ્ટ્રીય સમુદ્રી સરહદ રેખા (IMBL) ઓળંગવામાં સંભવિત વૃદ્ધિ અને તેમની સંભવિત આશંકાઓ અંગે પણ આ બેઠકમાં ચર્ચા થઇ હતી. ખાસ કરીને બદલાઇ રહેલી વૈશ્વિક ભૂ-રાજકીય પરિસ્થિતિઓ સહિત દરેક પરિદૃશ્યોમાં ગુજરાતના દરિયાકાંઠેથી કોઇપણ અનિશ્ચિત ઘટનાને ટાળવા માટે એકબીજા સાથે તાલમેલ જાળવવાની કામગીરી હાથ ધરવા અંગેના એક્શન પ્લાનની પણ ચર્ચા કરવામાં આવી હતી.